અંજાર-નખત્રાણામાં સોના-ચાંદીની દુકાનો બપોર બાદ બંધ રાખવાનો નિર્ણય

ભુજ : કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે વેપારીઓ હવે સ્વયંભૂ બંધ તરફ આગળ વધી રહ્યા છે.
આજે અંજાર સોના-ચાંદી એસોસિએશનની મિટિંગ મળી હતી, જેમાં નક્કી કરાયું કે, શહેરની સોના ચાંદીની તમામ દુકાનો આજે અને આવતીકાલે બપોરે ર વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બપોર બાદ દુકાનો બંધ રહેશે આ નિર્ણય માત્ર બે દિવસ પુરતો છે. નખત્રાણામાં પણ સોના ચાંદી વેપારી મંડળની મિટિંગ મળી હતી, જેમાં ૩૦મી એપ્રીલ સુધી બપોરે ૩ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કારીગરોએ શટર બંધ રાખીને કામ કરવું તેવું પ્રમુખ હિરાલાલભાઈ સોની, મંત્રી કિશોરભાઈ, ખજાનચી ગંગારામભાઈએ જણાવ્યું હતું.