અંજાર તા.પં. કારોબારી ચેરમેનનો તાજ બાબુભાઈ મરંડના શીરે

સામાજીક ન્યાય સમિતિ ચેરમેન પદે મંજુલાબેન પરમાર આરૂઢ : ટીડીઓ શ્રી ચાવડાના અધ્યક્ષસ્થાને મળી બેઠક

 

અંજાર : તાલુકા પંચાયત બે સમિતિઓની તાજેતરમાં કરાયેલ રચના બાદ આજે ચેરમેનોની નિમણૂંક કરાઈ હતી. કારોબારી ચેરમેન પદે બાબુભાઈ મરંડ જ્યારે સા.ન્યાય સમિતિ ચેરમેનપદે મંજુલાબેન પરમારની વરણી કરવામાં આવી હતી.
અંજાર ટીડીઓ શ્રી ચાવડાના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર તેમજ ઉપપ્રમુખ જ્યોત્સનાબેનની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. કારોબારી ચેરમેન પદે બાબુભાઈ મરંડના નામથી દરખાસ્ત દેવજીભાઈ સોરઠિયાએ કરતા તેને શ્રેયાબા સરવૈયાએ ટેકો આપ્યો હતો. જ્યારે સા.ન્યાય સમિતિ ચેરમેન પદે મંજુલાબેન પરમારના નામની દરખાસ્ત નરેશભાઈ પારૂએ કરતા નરશીભાઈ વાઘેલાએ તેને ટેકો આપ્યો હતો. બન્ને ચેરમેનોની વરણીને ઉપસ્થિતોએ વધાવી લીધી હતી.
આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજી હુંબલ, ગોવિંદ કોઠારી, શંભુભાઈ આહિર, કાનજીભાઈ આહિર, મશરૂભાઈ રબારી, રણછોડ આહિર, ભગવતીબેન રાઠોડ, બબાભાઈ બાલાસરા, રસીકબા જાડેજા, અરજણભાઈ માતા, રાંભઈબેન જરૂ, વેલાભાઈ જરૂ, નૂરમામદભાઈ, શંભુભાઈ આહિર, દેવજીભાઈ સોરઠિયા, કલ્પેશ મરંડ, મહેશ ડાંગર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.