અંજાર તાલુકા મોટી નાગલપર મધ્યે અંદાજીત ૧પ૦ લાખના ખર્ચે થયેલ રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ

અંજારઃ મોટી નાગલપરમાં તાજેતરમાં નાની નાગલપરના ગેટથી મોટી નાગલપરનો મુખ્ય રસ્તો અંદાજીત દોઢ કરોડ રૂપીયા ખર્ચમાં બનાવેલ છે જેનું કામ વર્ક ઓર્ડર મુજબ કરવામાં આવેલ નથી તે રોડ પહોળો પણ કરવાનો હતો પરંતુ પહોળો કરવામાં આવેલ નથી કામ ખુબજ નબળી ગુણવતા વાળું કરવામાં આવેલ છે તે કામનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવેલ નથી રોડને ખોદયા વિના જુના રોડ ઉપર કામ કરવામાં આવેલ છે. તેના કારણે રોડ બહુજ ઉંચો થઈ ગયેલ છે જેના કારણે ચિત્રકુટ સોસાયટી, અવધપુરી, મારૂતીનગર, આયર સમાજવાડી, ખોજાવાસ, મહેશ્વરીવાસ, બસ સ્ટેન્ડ જેવા અનેક વિસ્તારોમાં રોડમાં થયેલ ભ્રષ્ટાચારના કારણે પાણીનો ભરાવ થાય છે અને લાખોનો થયો છે ભ્રષ્ટાચાર હવે પછી નાગલપર મોટી ગામનું કોઈપણ વિકાસનું કામ ઓનલાઈન ટેન્ડર દ્વારા કરવામાં આવે જેથી વિકાસના કામ સારુ મજબુત અને સારી ગુણવતા વાળુ કરવામાં આવે ગામની નદી પાસે સતીમાંના મંદિર પાસે આવેલ નદીના કારણે વરસાદી માહોલમાં ગામના લોકોને અંજાર તરફ અવર જવર કરવું મુશ્કેલ થાય છે જેના માટે નદી પર પુલ બાંધવામાં આવે એવી રજુઆત ગામના લોકોએ કરી હતી તેમ છતાં પુલ બનાવવામાં આવેલ નથી અને નદીની પાપળી પર આરસિસી નથી કરવામાં આવેલ તેમજ રોડ બનાવનાર કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવેલ અંદાજે ૧.પ૦ કરોડથી બનાવે છે તેને થોડાક સમય થયેલ છે તે રોડ હાલે બનળુ પડી ગયેલ છે આ અંગે અગાઉ પણ તંત્રને જાગૃત નાગરીકો દ્વારા રજુઆત કરેલ છે જેથી  આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે રજુઆત કરેલ છેઆવનારા દિવસોમાં ગામ મોટી નાગલપરના વિકાસના કામો સરકારના પરીપત્ર મુજબ ઓનલાઈન ટેન્ડર મુજબ બહાર પાડી વર્ક ઓર્ડરના નિયમ મુજબ કામ કરવામાં આવે જેથી સરકારના નાણાનો દુર ઉપયોગ ના થાય અને સરકારના નિયમ મુજબ કામ કરવા રોશનઅલી ઈબ્રાહીમ શાંઘાણી અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત કરાઈ છે.