અંજાર તાલુકા પંચાયતમાં કારોબારી અને સા.ન્યાય સમિતિની કરાઈ વરણી

અંજાર : આજરોજ અંજાર તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ રાજીબેન હુંબલના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાજીક ન્યાય સમિતિની વરણી કરવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે અંજાર તાલુકા પંચાયતમાં સમિતિઓની વરણી માટે આજે સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમત્તે કારોબારી સમિતિ અને સામાજીક ન્યાય સમિતિના હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કારોબારી સમિતિમાં આંબાભાઈ નાથાભાઈ રબારી, સામજીભાઈ રામજી ચાવડા, દક્ષાબેન જીવરામ ચાવડા, ભુરાભાઈ વીસાભાઈ છાંગા, શોભનાબેન શૈલેન્દ્રસિંહ જાડેજા, જીગરભા હરેશભા ગઢવી અને ગોમતીબેન રણછોડભાઈ માતાને સભ્ય તરીકે સ્થાન અપાયું છે. જયારે સામાજીક ન્યાય સમિતિમાં રાણીબેન અર્જુનભાઈ થારૂ, ગોવિંદભાઈ પ્રેમજીભાઈ ભીલ, નરેશભાઈ ખોડાભાઈ વાઘેલા અને દેવજીભાઈ ડાયાભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે. નવ નિયુક્ત સભ્યોની વરણીને ઉપસ્થિતોએ વધાવી લીધી હતી. આજની આ સામાન્ય સભામાં જિલ્લા ભાજપમાંથી વીજુબેન રબારી, નરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ આહિર, ભૂમિતભાઈ વાઢેર, મ્યાજરભાઈ છાંગા, મશરૂભાઈ રબારી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેશીબેન હુંબલ, પરમાભાઈ પટેલ, સંદીપભાઈ ચાવડા, દેવઈબેન ડાંગર, વિરોધ પક્ષના નેતા યુવરાજસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા.