અંજાર તાલુકામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ કુલ રૂ.૧૫૫ લાખની ગ્રાન્ટ ફાળવણી કરાઈ

અંજાર તાલુકામાં પ્રાથમિક જરૂરિયાતના વિકાસના કામોને વેગ મળશે – રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહીર

સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીરની સૂચનાથી અંજાર વિધાનસભા મતવિસ્તારના અંજાર તાલુકામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની ૧૫ ટકા વિવેકાધિન ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ તેમજ નગરપાલિકા ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કામો મંજુર થયેલ છે. રાજ્યમંત્રીશ્રીના અંજાર વિધાનસભા મતવિસ્તારમાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ અંજાર તાલુકામાં રૂ.૧૦૭.૫૦ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે. જેમાં અંજાર તાલુકાના આંબાપર રૂ.૨ લાખ, કોટડા રૂ.૧ લાખ, ખંભરા રૂ.૩ લાખ,ખારાપસવારીયા રૂ.૧.૫૦ લાખ,ચંદિયા રૂ.૨ લાખ, ચાંદરાણી રૂ.૧ લાખ, જરૂ રૂ.૩.૭૬ લાખ, ટપ્પર રૂ.૧.૫૦ લાખ, તુણા  રૂ.૧ લાખ, દુઘઇ અમરાપર રૂ.૩.૮૦ લાખ, દૂધઈ રૂ.૪.૪૦ લાખ, નગાવલાડીયા રૂ.૩ લાખ, નવાગામ રૂ.૨ લાખ, નિંગાળ રૂ.૬.૬૨ લાખ, બીટાવલાડિયા ઉગમણા રૂ.૩ લાખ, બીટાવલાડિયા આથમણા રૂ.૨.૫૦ લાખ, ભલોટ રૂ.૨.૬૬ લાખ,ભાદ્રોઈ રૂ.૫લાખ, માથક રૂ.૪.૬૦ લાખ, મારીંગણા રૂ.૨ લાખ, મીંદીયાણા રૂ.૨.૬૬ લાખ, મેઘપર  રૂ.૧.૫૦ લાખ, મેઘપર કુંભારડી રૂ.૫ લાખ, મેઘપર બોરીચી રૂ.૪.૫૦ લાખ, રતનાલ રૂ.૯.૬૦ લાખ, રાપર રૂ.૩.૫૦ લાખ, રામપર રૂ.૧.૫૦ લાખ,લાખાપર રૂ.૨.૮૦ લાખ, લોહારીયા રૂ.૧.૫૦ લાખ, વરસામેડી રૂ.૨ લાખ, વીડી રૂ.૧ લાખ, વીરા રૂ.૨ લાખ, સંઘડ રૂ.૮.૧૦ લાખ,  સિનુગ્રા રૂ.૩ લાખ, હીરાપર રૂ.૨.૫૦ લાખના વિવિધ વિકાસ કામો જેવા કે ગટરલાઇન, પાણીની લાઇન, શેડ, કંપાઉન્ડવોલ, સ્મશાન છાપરી, આરોગ્યના વિવિધ સાધનો, પેવરબ્લોક, સાર્વજનિક શૌચાલય, સી.સી.રોડના કામો માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. અંજાર તાલુકામાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈમાં ખાસ અંગભુત યોજના હેઠળ કુલ રૂ.૧૫ લાખની ફાળવણી વિકાસ કામો માટે કરવામાં આવેલ છે. જેમાં અંજાર તાલુકાના મોડસર, મોટી નાગલપર, મારીંગણા, સુગારિયા, વાડા, નિંગાળ, તુણા ગામોમાં પેવરબ્લોક, સી.સી.રોડ, પાણીની લાઇન, ગટરલાઇન, કંમ્પાઉન્ડ વોલ તેમજ શેડના કામોનો સમાવેશ થાય છે. ૫ ટકા પ્રોત્સાહક જોગવાઇ ગ્રાન્ટ હેઠળ અંજાર તાલુકાના મોટી નાગલપર ખાતે ગટર લાઇન માટે રૂ.૨.૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે અને બક્ષીપંચ ખાસ પ્લાન યોજના હેઠળ અંજાર તાલુકાના રતનાલ, તુણા, નગાવલાડીયા ગામોમાં રૂ.૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.  વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ૨૦૨૧-૨૨માં મળવા પાત્ર ગ્રાન્ટ માંથી અંજાર શહેર માટે રૂ.૨૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં શહેરના વિવિધ વોર્ડમાં ગટર લાઇન તેમજ પાણીની પાઇપ લાઇનના કામો મંજૂર કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય વહીવટ વિભાગ (આયોજન), ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૩૦/૧૨/૨૦૨૦ વાળા પરિપત્રને ધ્યાને લઈને આગામી નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨નું આગોતરું આયોજન કરવા માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ આયોજન મંડળ-કચ્છની બેઠક તાજેતરમાં મળી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળ ગ્રાન્ટની ફાળવણી થવાથી અંજાર તાલુકામાં પ્રાથમિક જરૂરીયાતના વિકાસના કાર્યોમાં વેગ મળશે તેવું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. આ માટે શ્રમ અને રોજગાર અને પ્રભારી મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર તેમજ સા.શૈ.પ.વ.ક. અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરનો અંજાર મતવિસ્તારના અંજાર તાલુકાના સરપંચશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ/ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરજનોએ આભારની લાગણી વ્યક્ત કરી છે.