અંજાર તાલુકાની પ્રજાનો હમેંશા ઋણી છુ અને રહીશ :  ગામો ગામ વાસણભાઈ આહિરનું શાહી સ્વાગત કરાયું

લોકસંપર્કના કાર્યક્રમમાં પ્રજા સ્વયંભુ ઉમટી રહી છે

 

અંજારમા વાસણભાઈની તરફેણમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું

ગાંધીધામ : ૪-અંજાર વિધાનસભા ચુંટણી ડીસેમ્બર-ર૦૧૭, અંતર્ગત જયારે સમગ્ર અંજારમાં ચુંટણીનો માહોલ જામી રહેલ છે. ત્યારે અપક્ષ ઉમેદવાર ડો.શ્યામસુંદરજીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાસણભાઈ ગોપાલભાઈ આહિરની તરફેણમાં તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેચેલ હતું. વધુમાં આ ઉમેદવારી પત્ર પાછુ ખેંચાતા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાસણભાઈ ગોપાલભાઈ આહિરે જણાવ્યું હતુ કે ડો.શ્યામસુંદરજી દ્વારા અંજાર નગરપાલિકા કચેરીની વહીવટી કામગીરીમાં સુધારો લાવવા તેમજ કચ્છ જિલ્લાની વિવિધ ઓદ્યોગીક કંપનીઓમાં કચ્છના બેરોજગાર ઉમેદવારોને પ્રાથમિકતા આપી કાયદાકીય રીતે ૮પ ટકા જેટલી ભરતી કરવામાં આવે. જેથી કચ્છના યુવાનાને ઘર આંગણે રોજગારીનો લાભ મળે. આમ ઉકત મુખ્ય બે મુદ્દાઓ સાથે તેઓએ વિધાનસભા ચુંટણી ર૦૧૭ લડવાનું નકકી કરેલ હતું. વાસણભાઈ ગોપાલભાઈ આહિર દ્વારા આ બન્ને મુદાઓ પ્રત્યે ગંભીરતા દાખવી આગામી સમયમાં પ્રાથમિકતા આપી પૂર્ણ કરવા બાંહેધરી આપતા ડો.શ્યામસુંદરજી તેમનું ઉમેદવારી પત્ર પરત ખેચેલ હતું

 

દુધરેજધામના વડવાળા મંદિરના મહંત પરમ પુજય ૧૦૯ મહામંડલેશ્વર સતં કણીરામ બાપુ ના આર્શીવાદ લેતા તથા તેમને વંદન કરતા સંસદીય સચિવ વાસણભાઈ આહીર, રબારી સમાજના મોભી ભુરાભાઈ રબારી, હરીભાઈ જાટીયા, ગોપાલભાઈ માતા, ભરતભાઈ શાહ, ડાયાભાઈ રબારી, લાખા કાના રબારી, લખા નારણ રબારી, ધના હીરા રબારી(અજાપર), મહાદેવ માતા, રણછોડ જીવા આહિર તથા બહોળી સંખ્યામાં લોકો જાડાયા હતા અને પૂ.કણીરામ બાપુના આર્શીવાદ લીધા હતા.

 

ગાંધીધામ : ૪-અંજાર વિધાનસભા ભાજપાનું ઉમેદવાર વાસણભાઈ આહિર દ્વારા પોતાનો ચુંટણીલક્ષી પ્રચાર વેગવંતો બનાયો છે તેઓ દ્વારા અંજાર તાલુકાની વીડી, મોડવદર, પશુડા, શકિતનગર, ગોપાલનગર, ટપ્પર જેવા ગામોનો વિદ્યુતવેગી પ્રવાસ કર્યો હતો. જેમાં ગામોગામ શાહી સ્વાગત કરવામાં આવેલ. અને પ્રજાનો અનેરો ઉત્સાહ ઉમેદવાર વાસણભાઈ આહિરને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.મોડવદર ગામે વાસણભાઈને ઘોડા ઉપર બેસાડીને છાજે તેવું સન્માન કરવામાં આવેલ. તથા ગામના પ્રવેશદ્વાર ઉપર ફટાકડા ફોડી ઢોલ, નગારા, ત્રાસા તેજ નાની બાલીકાઓ દ્વારા સામૈયુ તથા કુમકુમ તિલક કરી પરંપરાગત સ્વાગત કરેલ. ટપ્પર ગામે રબારી સમાજ દ્વારા વાસણભાઈ તથા તેઓની સમગ્ર ટીમનું ઉંટ ઉપર બેસાડી પરંપરાગત વેશ ભુષામાં કચ્છી (માલધારી) પાઘડી પહેરાવી સમગ્ર ગામમાં સામૈયું નિકાળવામાં આવેલ. આ પ્રવાસ દરમ્યાન વાસણભાઈ આહિર સાથે જીવાભાઈ શેઠ, મશરૂભાઈ રબારી, ડાયાભાઈ
રબારી, રબારી સમાજના મોભી ભુરાભાઈ કરણા રબારી, બાબુભાઈ રબારી, ભીખાભાઈ રબારી, શંભુભાઈ આહિર, મનજીભાઈ આહિર, વિધાનસભાના સહયોગી
નિતિશની મલિક, મોડવદર પૂર્વ સરપંચ દેવદાનભાઈ મ્યાજર, મોતીભાઈ જેસંગ, કરશન જેસંગ, પૂર્વ સરપંચ રાધેશ્યામ તથા ભગવાનભાઈ, શંભુ વેલા, માદેવા જીવા, અરજણ વાલા, બાબુ જીવા રબારી, સાજણ લખા રબારી, વેરશી નારણ, હીરા રાઠોડ, દિપક રૂપા રબારી, હરીભાઈ આહિર, કરણા કાના વરચંદ, ટપ્પર સરપંચ રાંભઈબેન રમેશભાઈ ડાંગર, ઉપસરપંચ પચાણ રબારી, રમજુ કોલી, ડેકા કારા આહિર, ચનાભાઈ મહેશ્વરી, ભગવાન મહારાજ, અમીત ગોસ્વામી, કાસમભાઈ, નાગજી રબારી, ભીખા રબારી, વિભા જીવા રબારી, ભરત ચૈયા, કરણા કાના વરચંદ, બીજલ વિશા આહિર, અરજણભાઈ, રૂપા ભારમલ, હીરા રૂપા, શામજી, વિશાભાઈ આહિર, વિક્રમ ધના, સામત કરશન, ધનાભાઈ, બી.એન આહિર, મહાદેવ માતા, હરીભાઈ જાટીયા, દાનાભાઈ રામા વરચંદ, રામસંગજી જાડેજા, ઘેલા ભીખા હુંબલપ ગોવિંદભાઈ ડાંગર વગેરે લોકો જાડાયા હતા. ગામેગામ અભૂતપૂર્વ સમર્થન મળવા બદલ વાસણભાઈએ પ્રજાનો આભાર માની હંમેશ આપણો ઋણી રહેવાનો કોલ આપી આગામી દિવસોમાં વધુ વિકાસકામો કરવાની તત્પરતા દાખવી હતી તેવુ શૈલેષ પટેલ તથા કાનજી જીવા શેઠની સંયુકત યાદીમાં જણાવાયું છે.