અંજાર તાલુકાના ૧૭ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની અરજી ૨૦મી જુલાઇ સુધી મંગાવાઇ

મામલતદાર કચેરી, અંજાર હસ્ત ચાલતા મધ્યાહન ભોજન યોજનાના કુલ ૧૭ કેન્દ્રોમાં સંચાલકની જગ્યાઓ ભરવાની થતી હોઇ જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોઇ તેમણે તા.૫/૭/૨૦૨૧થી મામલતદાર કચેરી, અંજાર બસ સ્ટેશન સામે, અંજાર ખાતેથી અરજીફોર્મ મેળવીને તા.૨૦/૭/૨૦૨૧ના કચેરી સમય પૂર્ણ થાય તે પહેલા મામલતદાર, અંજારની કચેરીએ જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. કયા કેન્દ્રો પરની જગ્યા ખાલી છે. તેની માહિતી ઉકત સરનામે નોટીસ બોર્ડ પર મળી શકશે તેવું અંજાર મામલતદારશ્રી મંડોરી દ્વારા જણાવાયું છે.