અંજાર તાલુકાના લાખાપર ગામે સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજયમંત્રી

અંજાર તાલુકાના ગામોને દતક લેવા ઔદ્યોગિક ગૃહોને આગળ આવવા રાજયમંત્રી વાસણભાઈ આહીરનો અનુરોધ : લાખાપર ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટર ટ્રોલી માટે પ લાખ રૂપીયાની ગ્રાન્ટ ફાળવતા વાસણભાઈ

 

અંજારઃ ગામનું પાણી ગામમાંજ રહે અને જમીનના તર ઉંચા આવે તે હેતુથી અંજાર તાલુકાના લાખાપર ગામે સુજલામ સુફલામ જળ અભિયાન-૧૮ નો પ્રારંભ સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ મંત્રી વાસણભાઈ આહીરે કરાવેલ. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા આહીરે અંજાર તાલુકામાં વિવિધ વિકાસના કામો હાથ ધરવા માટે ઔદ્યોગિક ગૃહો ગામો દતક લે તે માટે અનુરોધ કરી વેલ્સપન ફાઉન્ડેશન દ્વારા તળાવ ઉંડા કરવાના આ ભગીરથ કાર્યની પ્રશંસા કરી હતી અને પાણીનું મહત્વ ગ્રામજનોને સમજાવ્યું હતું. વધુમાં શ્રી આહીરે લાખાપર ગ્રામ પંચાયતને ધન કચરાના નિકાલ માટે ટ્રેકટર ટ્રોલી માટે પ લાખ રૂપીયાની ગ્રાન્ટ ફાળવણી કરવાની જાહેરાત કરી હતી જેને ગ્રામજનોએ વધાવી લીધેલ. લાખાપર ગોકળીયું ગામ વિકાસની પ્રગતિના સોપાન સર કરે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી તથા આગામી દિવસોમાં લાખાપરથી અજાપર(ભરાડીયા માતાના મંદિર) નોન પ્લાન રસ્તાના કામ માટે રાજય સરકારે રૂા.ર૭પ લાખ જેવી માતબર રકમની ફાળવણી કરી છે અને તેનું કામ ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ અગાઉ વાસણભાઈ લાખાપર ગામમાં પધારતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કરેલ હતું અને કળશધારી નાની બાલીકાઓ વાસણભાઈ અને તેમની સમગ્ર ટીમનું સ્વાગત કરેલ હતું.
કાર્યક્રમમમાં રાજયમંત્રી વાસણભાઈ આહીરની સાથે વેલ્સપન ફાઉન્ડેશનના જાસ્મીનભાઈ પટેલ, રૂચીબેન ત્રિવેદી, ગીરીશકુમાર માથુર, અજીતસિંહ મોરી, આડાના પુર્વ ચેરમેન નિરવભાઈ ભારદીયા, શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ દાવા, તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ શેઠ, ક્રિપાલસિંહ ઝાલા, લાખાપરના સરપંચ શામજીભાઈ માતા, જમીન વિકાસ બેન્કના ચેરમેન મહાદેવ માતા, જગદીશભાઈ માતા, તાલુકા પંચાયતના સભ્ય અરજણભાઈ માતા, વાસણભાઈ મેસુર, બાબુભાઈ વસ્તા, ગોપાલભાઈ માતા, ધનજીભાઈ હુંબલ વગેરે સહિત લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવેલ છે.