અંજાર તાલુકાના દુધઈ ગામે રૂ.૩ર૬ લાખના ખર્ચે મંજુર થયેલ સામુહિક આરોગ્ય કેન્દ્રના મકાનનો ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રીના સંસદીય સચિવ વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે

અંજાર : અજાર તાલુકામાં આરોગય સેવાઓનો વ્યાપ વધારવાના હેતુસર તથા લોકોને આરોગ્યની સારી સુવિધાઓ ઘર આંગણે મળે તે માટે રાજય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા અંજાર તાલુકામાં કુલ ૪ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે જે પૈકી માથક, સંઘડ અને ચાંદ્રાણી અને મેઘણર બોરીચી ગામે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ચાલુ થઈ ગયેલ છે. જયારે દુધઈ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજજો આપેલ છે.
જેના અદ્યતન મકાન બાંધકામ માટે ૩ર૬ લાખની માતબાર રકમની ફાળવણી કરવામાં આવેલ છે તેમજ કલેકટર, કચ્છએ દુધઈ હાઈવે ઉપર જમીન પણ મંજુર કરેલ છે. ત્યારે આ અદ્યતન મકાન બાંધકામનો ખાતમૂર્હુતનો કાર્યક્રમ તાઃ૧૧-૧૦-ર૦૧૭ બુધવારના રોજ ૧૦ કલાકે મુખ્યમંત્રીના સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, જીલ્લા ભાજપના મહામંત્રી વલમજીભાઈ હુંબલ, આરોગ્ય સમિતિના ચેરપર્સન રસીલાબેન રાજબારી, તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ આહિર, તાલુકા પંચાયતના પ્રમુખ રાંભઈબેન ઝરૂ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવજીભાઈ સોરઠીયા, દુધઈના સરપંચ દેવશીભાઈ હરીજન, ઉપસરપંચ ધીરૂભાઈ પટેલ, કાનજીભાઈ શેઠ, મશરૂભાઈ રબારી, જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાન્ડે, તાલુકા બ્લોક ઓફિસર ડો.રાજીવ અંજારીયા, તાલુકા વિકાસ અધિકારી દિલીપસિંહ ચાવડા, જમીન વિકાસ બેન્કના ચેરમેન મહાદેવભાઈ માતા વગેરે હાજર રહેશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા પ્રજાજનોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવેલ છે.