અંજાર તાલુકાના તમામ ગામોનો સમતોલ વિકાસ કરાયોઃ વાસણભાઈ આહીર

ગામના વિકાસ કામોમાં પક્ષપાત કે ભેદભાવ વિના વિકાસના કાર્યો કરેલ છેઃ અંજાર તાલુકાની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કોંગ્રેસ બંધ કરે : કોંગ્રેસ પર પ્રહારો સાથે ભાજપને જીતાડવા અપીલ

અંજારઃ હાલે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. જેમાં અંજાર વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલે સંસદીય સચિવે ફાળવેલી ગ્રાન્ટો માત્ર વાતો થઈ છે અને ફાળવણી નથી થઈ તેવા આક્ષેપો કરેલ છે. જે અંગે અખબારના માધ્યમ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને પ્રશ્નો પુછવા છે કે ર૦૦૪ થી ર૦૧૪ સુધી યુપીએ સરકારનું કેન્દ્રમાં શાસન હતું અને આપ કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા પરંતુ આપ અંજારનું રેલ્વે સ્ટેશન બનાવી ના શકયા. કચ્છના તત્કાલીન સાંસદ પુનમભાઈ ગઢીએ નવા રેલ્વે સ્ટેશનના બાંધકામ માટે પ૦ લાખ મંજુર કરાવ્યા હતા પરંતુ યુપીએ સરકાર ગ્રાન્ટ ફાળવી ન શકતા લાંબા સમય સુધી આ કામ થઈ શકયું ન હતું જે અંજારની પ્રજાની હાઈવેમાં ફેરવવા અંગે પણ ગુજરાત સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી હોવા છતાં યુપીએન સરકારે તે કામ મંજુર કર્યું ન હતું. આ ઉપરાંત ગાંધીધામ અંજાર, મુન્દ્રા નેશનલ હાઈવે ચાર માર્ગીય બનાવવાનો પ્રોજેકટ યુપીએ સરકારે અટકાવી નાખ્યો હતો ત્યારે આપ કેમ ચુપ બેઠા હતા. ભીમાસરના વિકાસ કામો માટે આપે કંડલા પોર્ટ ટ્રસ્ટને સી.એસ.આર.ફંડ ફાળવવા રજુઆત કરી હતી તો આપને બીજા ગામો કેમ દેખાણા? અને કેન્દ્રમાં આપની અંજાર તાલુકાના કોટડા, સતાપર, આંબાપર, ખારા પસવારીયા, ભાદરોઈ જેવા ગામોમાં સતાપર, આંબાપર, ગુજરાત રાજયનો પ્રથમ નોન પ્લાન રસ્તો ૩પ૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે અને તેના ખાત મુહુર્ત કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહેલ હતા અને ગામ વતી આપે ધારાસભ્યનો આભાર માન્યો હતો. જયારે સતાપરમાં બાવન લાખના ખર્ચે એપ્રોચ રોડ, ૬પ લાખના ખર્ચે નવી પ્રાથમિક શાળા, ર૬ લાખના ખર્ચે કન્યા શાળાનું મકાન, ૪૦ લાખની પાણી યોજના, ૩ કરોડના ચાર ચેકડેમ, ૧પ લાખના ખર્ચે તળાવ ઉંડું, ૧૩ લાખની એટીવીટીની ગ્રાન્ટ, સતાપર-મીઠા, ખારા પસવારીયા, અંજાપર રસ્તાનું કામ, આંબાપર ગામે ૧ર લાખ, એટીવીટીની ગ્રાન્ટ, બે લાખ ધારાસભ્યની ગ્રાન્ટ, ખારા પસવારીયાના નવા રસ્તાનું નિર્માણ, ભાદરોઈ ગામે રતનાલ, ભાદરોઈ ૩પ૦ લાખના ખર્ચે નોન પ્લાન રસ્તાનું નિર્માણ, કોટડા ગામે ૬.પ૦ લાખની ધારાસભ્યની ગ્રાન્ટ, ૬પ લાખના ખર્ચે નવી પ્રાથમિક શાળા, ૧૩ લાખના ખર્ચે એપ્રોચ રોડ, રપ લાખના ખર્ચે નવી પાણી યોજના, ૧૪ લાખની એટીવીટીની ગ્રાન્ટ વગેરે કામોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. તથા ઉપરોકત વિકાસના કામો મંજુર કરવા માટે ઉપરોકત ગામોના સરપંચોએ ધારાસભ્ય કમ સંસદીય સચિવના ભલામણ પત્રો સરકારમાં લખેલા છે, આમ અંજાર તાલુકાના તમામ ગામોને સમતોલ વિકાસ કરવામાં આવેલ છે અને ગ્રાન્ટ બાબતે કોઈપણ જાતનો પક્ષપાત કરવામાં આવેલ નથી. બીજું કે સતાપરના સરપંચને છ મહિના પહેલા બે કામો જેમાં પ્રાથમિક શાળાનો શેડ ર લાખ, જુના ગામમાં રબારી વાસમાં પાણીની લાઈન માટે ૧ લાખની ગ્રાન્ટ ફાળવણી કરી છે તો હજુ સુધી કામો કેમ ચાલુ નથી થયા તેનો પ્રજાનો જવાબ આપો. પ્રજાને ફકત વિકાસ ખપે છે તમારા જુઠા વાયદના નથી ખપતા, જેથી હવે અંજાર તાલુકાની પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરો કારણ કે અંજાર તાલુકાની પ્રજા ઘણી સમજુ છે અને તેનો જવાબ તમને ૯ તારીખના આપશે તેવું સંસદીય સચિવના કાર્યાલય ઈન્ચાર્જ શૈલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.ટપ્પર ડેમમાં નર્મદા નિરના વધામણા કરવા માટે જયારે ગુજરાતના લોક પ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવવાના હતા તેના એક દિવસ પહેલા તમોએ નર્મદા નિરના વધામણા કર્યા હતા અને નારીયેળ વધેર્યા હતા ત્યારે વીકાસ ગાંડો નોતો થયો?