અંજાર ચોરીનો ભાગેડુ ત્રણ વર્ષે ઝડપાયો

ગાંધીધામ : અંજાર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હાના નાસતા ભાગતા આરોપીને પૂર્વ કચ્છ પેરોલ ફરલો સ્કવોર્ડની ટીમ આદિપુર-મુન્દ્રા સર્કલ પાસેથી ધરબોચી લીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કવોર્ડની ટીમ નાસતા ભાગતા આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા ત્યારે આદિપુર-મુન્દ્રા સર્કલ પાસેથી અંજાર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૮૯/૧પ આઈપીસી કલમ ૩૭૯ના કામે નાસતા ભાગતા આરોપી અરજણ ઉર્ફે અજીયો દેવજી વસરામ દેવિપૂજક (રહે. રાજનગર ઝુંપડા અંતરજાળ)ને પકડી પાડી અંજાર પોલીસના હવાલે કર્યો હતો. આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં પીએસઆઈ કે.કે. જાડેજા, સહાયક ફોજદાર દિપકકુમાર શર્મા, હેડ કોન્સટેબલ મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.