અંજાર, ગાંધીધામ, ભચાઉ અને મુંદરામાં બઢતી પામેલા ટીડીઓ નિમાયા

રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ગ-ર અને ૩ના અધિકારીઓની બદલી – બઢતી : ૩૪ અધિકારીઓની કરાઈ બદલી : વર્ગ-૩ના ૮૪ કર્મીઓને વિવિધ તાલુકાઓમાં ટીડીઓ તરીકે અપાઈ બઢતી

ભુજ : રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ગ-ર અને ૩ના અધિકારી- કર્મચારીઓની બદલી – બઢતી કરવામાં આવી હતી. જેમાં કચ્છના ચાર તાલુકાઓમાં ટીડીઓની જગ્યા પર બઢતી સાથે બદલી થઈને આવેલા અધિકારીઓની નિયુક્તી થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અનેે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામં આવેલી બદલીમાં ગુજરાત વિકાસ સેવા વર્ગ-રના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા ૩૪ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી. તો પંચાયત રાજ્ય સેવા વર્ગ-૩ના કર્મચારીઓની ગુજરાત વિકાસ સેવા વર્ગ-રમાં હંગામી ધોરણે કામ ચલાઉ બઢતી આપવામાં આવી છે. જેમાં ૮૪ કર્મચારીઓને બઢતી લાભ મળ્યો છે. આ બઢતી – બદલીમાં પાટણ જિલ્લા પંચાયતમાં નાયબ ચિટનીસ તરીકે ફરજ બજાવતા પીન્કીબેન કાનજીભાઈ ચૌધરીને બઢતી સાથે ગાંધીધામ તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે. બનાસકાંઠાના નાયબ ચીટનીસ ધર્મેશ ચંદ્રકાન્ત વ્યાસને ભચાઉ તાલુકા વિકાસ અધિકારી, બનાસકાંઠાના કૃષિ વિસ્તરણ અધિકારી અશોકકુમાર શ્રીમાળીને મુંદરાના તાલુકા વિકાસ અધિકારી તેમજ બનાસકાંઠાના નાયબ તાલુકા વિકાસ અધિકારી રાજેશ અમૃતલાલ ત્રિવેદીને અંજારના તાલુકા વિકાસ અધિકારી  તરીકે બઢતી સાથે નિમણુક અપાઈ છે. તો કચ્છ જિલ્લા પંચાયતમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા રીઝવાનભાઈ અબ્બાસભાઈ કોંઢિયાને ખેડા જિલ્લા ઠાસરાના તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે.