અંજાર-ગાંધીધામમાં પણ ઉંઠપગા મેડીલક સ્ટોર્સના બેફામ હાટડા! : પૂર્વ કચ્છની જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતાં ચેડા..!

ભુજમાં એક પછી એક ઉપરાછાપરી બે મેડીકલ સ્ટોર્સ ફાર્માસીસ્ટ વિના જ ધમધમતા હોવાના છત્તા થયેલા કિસ્સાઓ લાલબત્તીરૂપ : અંજાર-ગાંધીધામ સહિતના વિસ્તારોમાં પણ જિલ્લાકક્ષાની ટીમો રોજ-બરોજ સરપ્રાઇજ ચેકીંગની ઝુંબેશરૂપ તવાઈ બોલાવે તો અહી પણ કઈકના પગ નીચે આવે રેલો  : ફાર્માસિસ્ટમની હાજરી, પ્રિસ્ક્રીપ્શનવિનાની દવાઓ આપવા સહિતની ધમધમી રહી છે ગેરકાયદેસર પ્રવૃતિઓ : અહી અમુક દવાખાના-હોસ્પિટલમાં પોતાના જ મેડીકલ સ્ટોર્સ ખોલાયેલા છે જેમાં ફાર્માસીસ્ટના સ્થાને તદન નવા નિશાળીયાઓને જ બેસાડી દેવાયા છે, જે એકના બદલે પધરાવી રહ્યા છે બીજી દવાઓ

ગાંધીધામ : જિલ્લા વડામથક ભુજમાં હાલમાં એક પછી એક મેડીકલ સ્ટોર્સવાળાના ભોપાળાઓ બહાર આવવા પામી રહ્યા છે. અહી ડો.સચીન ઠકકરના હોસ્પીટલ પાસે ચાલતા મેડીકલ સ્ટોર્સવાળો ફાર્માસીસ્ટ વિના જ દવાનુ વેચાણ કરતા પકડાયાના હજુ તો અહેવાલો સમ્યા જ ન હતા કે ખુદ ફુડ ઈન્સપેકટર દ્વારા તેની બાજુમાં જ આવેલી લોટસ કોલોનીમાં આર્થાેપેડીકસની હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાં ડમી ગ્રાહક મોકલીને ક્રોસ તપાસ કરતા અહી પણ વગર પ્રિસ્ક્રીપ્શને દવા આપી દેવામાં આવી અને તે દવા ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં જ આપી દેવાયાનુ બહાર આવતા તેના શટર્સ પણ પાડી દેવાયા છે.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી છે તે સમયે હવે પૂર્વ કચ્છ વિસ્તારમાં પણ આવા બોગસ મેડીકલ સ્ટોર્સ ઠેર ઠેર ધમધમી જ રહ્યા હોવાની બૂમરાડ સપાટી પર આવવા પામી ગઈ છે. જાણકારો દ્વારા કહેવાય છે કે, જે રીતે ભુજમાં કાર્યવાહી થઈ છે તેવી જ રીતે અંજાર અને ગાંધીધામ પટ્ટામાં પણ અનેક મેડીકલ સ્ટોર્સ એવા છે કે જે ફાર્માસીસટ વિના જ ચલાવવામા આવી રહ્યા છે. એટલુ જ નહી પરંતુ આવા સ્ટોર્સમાં ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં જ દવાઓના વેપલાઓ પણ કરવામાં આવી રહ્યા છે એટલે પૂર્વ કચ્છના વિશાળ જનવર્ગના આરોગ્યની સાથે પણ ખુલ્લેઆમ ચેડા જ કરવામા આવી રહ્યા છે. જે રીતે ભુજમાં કાર્યવાહી કરવામા આવી છે તેવી જ રીતે જાે અંજાર-ગાંધીધામમાં ક્રોસ ચેકીગ, તવાઈ બોલાવાય તો કઈકના પગ તળે રેલો આવે તેમ છે અને અનેકવિધ મેડીકલ સ્ટોર્સને તાણાં મારવાની જ સ્થિતી સર્જાય. જાણકારો દ્વારા કહેવાય છે કે, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં તો હોસ્પિટલોમાં શરૂ કરવામા આવેલા મેડીકલ સ્ટોર્સમાં તો તદન નવા નિશાળીયા જ બેસાડી દેવામા આવે છે. જેઓના પગાર પણ ખુબજ ઓછા હોય છે. આવા સસ્તાપગાર દાર દવાઓ પણ એકના બદલે બીજી જ પધરાવ દેતા હોય છે અને લોકોના આરેાગ્યની સાથે રીતસરના ખીલવાડ જ કરવામાં આવી રહ્યા છે.

આસી.કમિશ્નર લાયસન્સ જ કેમ નથી કરતા રદ..?

ગાંધીધામઃ ભુજમાં હાલમાં સરકારી તંત્ર, ડ્રગ્સ વિભાગ દ્વારા બે મેડકીલ સ્ટોર્સવાળાઓની સામે કાર્યવાહી કરી દેખાડી છે પણ તેનાથી શુ થશે? માત્ર નોટીસ ફટકારી આવ્યા છે? હકીકતમાં તો તપાસ કરાય છે, દુકાનો બંધ કરાવાયા છે, પરંતુ આવા મેડકીલ સ્ટોર્સના તો લાયસન્સ અને પરવાના જ કેમ રદ કરવામાં નથી આવતા? આ એક મોટો સવાલ છે?

હોસ્પિટલ બિલ્ડીંગમાં જ ચાલતા મેડીકલ સ્ટોર્સ પર કેમ હજુ સુધી તવાઈ નહીં?

ગાંધીધામઃ જિલ્લા વડામથક ભુજમાં ઉપરાછાપરી એક પછી એક મેડીકલ સ્ટોર્સની સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવી રહી છે ત્યારે જાણકારો દ્વારા કહેવાય છે કે, હોસ્પીટલની અંદર જ જે મેડીકલ સ્ટોર્સ ચાલી રહ્યા હોય તેમની સામે તંત્ર કયારે કાર્યવાહી કરશે? કે પછી એકાદ બે છુટક કેસો કરીને કામગીરી કરી લીધાનો સંતોષનો ઓડકાર ખાઈને તંત્ર પાણીમાં બેસી જશે? કહેવયા છે કે, હોસ્પિટલોની જ બિલ્ડીગમાં જે મેડકીલ સ્ટોર્સ ચાલી રહ્યા છે તેમાં પણ નિયત નિયમ અનુસારના ફાર્માસીસ્ટ હોતા જ નથી. જાે આ અંગે કડકાઈથી સરપ્રાઇજ વિજિટ કરવામા આવશે તો મોટા ખુલાસા થવા પામી શકે તેમ મનાય છે.