અંજાર-ગાંધીધામમાંથી કાર-બોલેરોની ઉઠાંતરી

ગાંધીધામ : અંજાર શહેરના સવાસર નાકા પાસેથી સ્વીફટ કાર તથા ગાંધીધામમાંથી બોલેરોની તસ્કરો ઉઠાંતરી કરી ગયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ અંજાર શહેરના સવાસર નાકા વિસ્તારમાં બોડીંગ ફળિયામાં પાર્ક કરેલ સ્વીફટ કાર નંબર જીજે. ૧ર. ડીએ. ૩૪૯૯ કિં.રૂ. ૭ લાખને ગત તા.૭-૯-૧૭ના રાત્રીના કોઈ ચોર ચોરી જતા અંજાર પોલીસે વિનોદ દેવશી પલણ (ઠક્કર)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ગાંધીધામ શહેરમાં ગણેશનગર વિસ્તારમાં ડ્રાયવરે પોતાના ઘર પાસે પાર્ક કરેલ બોલેરો કેમ્પર્સ નંબર જીજે. ૧ર. પીપી. ૮પ૧૬ કિં.રૂ. પ લાખને કોઈ ચોર તા.૧૦-૯-૧૭ના હંકારી જતા ગાંધીધામ બી ડિવીઝન પોલીસે બોલેરો માલિક હરપાલસિંહ સુખદેવસિંહ ઝાલાની ફરિયાદ પરથી ગુનો નોંધી પીએસઆઈ જે.જે. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.