અંજાર-ગળપાદર માર્ગે ટ્રેઈલર ઉથલતા ચાલકનું મોત

પુરપાટ જઈ રહેલા ટ્રેઈલર ચાલકે ડીવાઈડર સાથે ભટકાવતા સર્જાઈ કરૂણાંતીકા : પોલીસે શરૂ કરી છાનબીન

અંજાર : શહેરના અંજાર – ગળપાદર હાઈવે પર આવેલ ગોકુલ કંપની પાસેના રોડ પર પુરપાટ જતું ટ્રેઈલર પલ્ટી મારી જતા તેના ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું.પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જીવલેણ અકસ્માતનો બનાવ ગોકુલ કંપની પાસે આવેલ પેટ્રોલપંપ સામે અંજાર ગળપાદર હાઈવે પર બનવા પામ્યો હતો. ટ્રેઈલર નંબર જી.જે.૧ર.એ.ઝેડ. ૩પ૬પના ચાલક સુખવીંદરસિંઘ જશવીરસિંઘ જાટ (ઉ.વ.રર)એ પોતાના કબજાના ટ્રેઈલરને પુર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે હંકારી રોડ પરના ડીવાઈડર સાથે ભટકાવી ટ્રેઈલરને પલ્ટી ખવડાવતા પોતાને ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનું જ મોત નિપજાવતા અંજાર પોલીસે હરજીતસિંઘ પરમજીતસિંઘ જાટ (રહે. પંજાબ)ની ફરિયાદ પરથી મૃતક સામે ફેટલ એકસીડેન્ટનો ગુનો નોંધી પીએસઆઈ કે. વી. લાખોડે તપાસ હાથ ધરી હતી.