અંજાર ખાતે વાસણભાઈ આહિરના સાનિધ્યમાં રામ ધનશ્યામ ટ્રસ્ટ દ્વારા યોજાયો સત્કાર સમારંભ

અંજાર : શ્રી રામ ધનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા અંજારના સરઘર ટાઉનહોલ મધ્યે ટ્રસ્ટ દ્વારા આયોજીત રથયાત્રા ૨૦૧૮માં ફલોટસમાં ભાગ લેનાર સૌ સ્પર્ધકો, સેવા કેમ્પ કરનાર ધર્મપ્રેમી ભાઈઓ તથા દાતાશ્રીઓને સન્માનવા માટે એક સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાગત ગીત, દેશ ભક્તિ ગીત પછી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રગીત રજુ થયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સૌને શાબ્દિક આવકાર રથયાત્રાના સંયોજક રાજેશભાઈ પ્રકાશભાઈ પરમારે આપ્યો હતો. અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન આપતાં રથયાત્રાના માધ્યમથી અંજાર શહેરને રામચંદ્રજી અને ધનશ્યામ મહારાજની ભક્તિના રંગે રંગી દેવા બદલ ધન્યવાદ આપતાં રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રાના બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
સ્વામીનારાયણ મંદિરના કે.પી. સ્વામીએ આવા પાવન પ્રસંગોની ઉજવણી વખતે સંપ્રદાયના વાડામાંથી બહાર એકતા કેળવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આપણા સૌનો માર્ગ પ્રભુભક્તિનો છે ત્યારે એકતાએ સમયની માંગ છે. દરેક સંપ્રદાયના ભક્તોએ પરસ્પર પ્રેમ અને સ્નેહ રાખી દરેક પર્વોની ઉજવણી કરવી જોઈએ.
કેળવણીકાર અને આચાર્ય શ્રી કનકચંદ્ર છગનલાલ વ્યાસે જણાવ્યું હતું કે, ટ્રસ્ટના હોદેદારો, સભ્યો અને સ્વયં સેવકો ત્રણ ત્રણ મહિના પહેલાથી રથયાત્રાની સફળતા માટે કામે લાગી જાય છે. તેમની મહેનત કાબીલેદાદ છે. રામ માટે નિશ્વાર્થ ભાવે કામ કરનાર આ તમામની મનોકામના ભગવાન શ્રી રામ પુરી કરે આજે સંતો અને મહંતોએ આપેલા આશિર્વચન ફળદાયી નિવારો સંતો સમાજને જાગૃત કરશે અને સમાજ તેમના માર્ગદર્ઢશન પર ચાલશે તો સમાજ અને દેશ આગળ વધશે.
પ્રાસંગીક વકતવ્ય આપતાં સંસ્થાના સ્થાપક અંકિતભાઈ એલ. ભટ્ટે જણાવ્યું હતું કે રથયાત્રાના વિરાટ સ્વરૂપ પાછળ સ્વયં સેવકોની મહેનત લગન અને દાતાશ્રીઓનો સહયોગ પ્રેરકબળ છે. તેમજ જુદા જુદા વિસ્તારમાં રથયાત્રાના રૂટ પર સેવા કેમ્પો દ્વારા સેવા આપતા સ્વયંસેવકો અને શહેરીજનોનો સહકાર અમને ઉત્સાહ પુરો પાડે છે તેમણે સૌનો આભાર વ્યકત કર્યો હતો.
સામાજીક, શૈક્ષણિક અને પછાતવર્ગના કલ્યાણ ખાતાના ગુજરાત સરકારના મંત્રી તથા અંજાર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય વાસણભાઈ આહીરે રથયાત્રાને વિરાટ સ્વરૂપ તરફ લઈ જવા બદલ સંસ્થા અને તેમના હોદેદારોને ધન્યવાદ પાઠવી તેમાં યોગદાન આપના સૌ ને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ ાદતાશ્રીઓનું સન્માન અને આશ્વાસન ઈનામો આપ્યા બાદ હરિયફાઈઓના મુખ્ય નિર્ણાયક બિન્દુલભાઈ ડી અંતાણીએ એ ઉદબોધન કરી નિર્ણાયક તરીકેની કપરી કામગીરીનો પરીચય આપ્યો હતો.
આ વિવિધ સ્પર્ધાઓમાં ફલોટસમાં પ્રથમ નંબરે શિવ વિવાહ, બીજા નંબરે વાન સેના, ત્રીજા નંબરે ગોવર્ધન પર્વત સ્થાયી ફલોટસમાં પ્રથમ નંબરે ધોરડો ઝંખી બીજા નંબરે રાધેકૃષ્ણ, ત્રીજા નંબરે શિવ તાંડવ, સેવા કેમ્પમાં પ્રથમ નંબરે જય જોગણી ગ્રુપ, બીજા નંબરે વાઘડીયા ચોક નવરાત્રી મંડળ, ત્રીજા નંબરે રામ સોટા મિત્ર મંડળ, શેરી શણગારમાં પ્રથમ નંબરે, મંગલજી ખીમજી માથકીયા ટ્રસ્ટ, રામ ઓટા મિત્ર મડળ, બાપા સીતારામ ગ્રુપ તથા, સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ નંબરે યશ્વી અશ્વિનભાઈ પ્રજાપતિ, બીજા નંબરે, શ્રુતિ ભરતભાઈ ગોસ્વામી અને ત્રીજા ન્બરે નિકુંજ દેવજીભાઈ પ્રજાપતિને જાહેર કરવમાં આવ્યા હતા.
વિજેતાઓને ઈનામ અપાયા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બિંદુલભાઈ અંતાણી, સાવનભાઈ પંડયા, ગુંજનભાઈ પંડયા, વિપુલભાઈ ઓઝા, ભરતભાઈ સરપટાએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન દિપેનભાઈ જોષી અને નિલેશભાઈ પાટડીયાએ તથા આભારવિધી અમરાભાઈ રબારીએ કરી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન ભારત વિકાસ પરિષદના સ્વયં સેવકો દ્વારા પક્ષના માળા બાંધવા માટેના પક્ષીઘર તથા ચણ-પાણી માટેના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે સમર્પણ ધ્યાન પરિવાર અંજાર દ્વારા સમર્પણ ધ્યાન વિષેના સાહિત્યનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેમાં આચાર્ય અભિષેકભાઈ ઝાલા, આચાર્ય પ્રવિણાબેન ગોસ્વામી તથા સ્વયં સેવકો સર્વે ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી, નરેશભાઈ ઝાલા, નિતીનભાઈ સોમેશ્વર, દિપેનભાઈ વરુ, ગીરીશભાઈ જોશી, રાકેશભાઈ બી.ઠાકર, મનોજભાઈ તન્ના, કપિલભાઈ પરમાર, હિતેશભાઈ દવે, પ્રશાંતભાઈ ચોનાણીએ સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સ્થાપક અંકિતભાઈ એલ.ભટ્ટે, પ્રમુખ વાસુદેવભાઈ એમ.વૈષ્ણવ, ઉપ પ્રમુખ નિલેશભાઈ વી.પાટડીયા, મંત્રી દીપેનભાઈ એસ.જોષી, સહમંત્રી રશ્મિનભાઈ કે.નયગાંધી, સંયોજક રાજેશભાઈ પ્રકાશભાઈ પરમાર, ભરતભાઈ સોની, વિશાલભાઈ ખોડીયાર, પાંચાભાઈ આહીર, કરસનભાઈ કેરાઈ, પુલિનભાઈ જોષી, અમિતભાઈ સોની, રોહીતભાઈ સોની, નિરલભાઈ ઠક્કર, ગણેશભાઈ આહીર, ભાવેશભાઈ પલણ, અતુલભાઈ પુજારા, મહેશભાઈ ભગવાનજી ઠક્કર, જયેશ દેવચંદ ઠક્કર, ધિરેન નાપાણી, અનિલ ચોનાણી, રાશી ગઢવી, રાજવિરસિંહ સિસોદીયા, જયવિરસિંહ જાડેજા, અમરાભાઈ રબારી, નીલેશભાઈ જેઠવા, ખોડુભાઈ ગઢવી, સંજય જેઠવા, કિશન રાઠોડ, જગદીશ જેઠવા, પારસ જેઠવા, યોગેશ બલદાણીયા, ધીરેન જોશી, પ્રશાંત જોષી, શ્રિમિત હર્ષ, નિરવ વૈષ્ણવ, અમીત રામાણી, જીતેન વેગડ, ધવલ જેઠવા, સમીર ગાંધી, જયમીન પલણ, કાનાભાઈ રબારી, પરેશભાઈ ચૌહાણ, વિનીતભાઈ સોરઠીયા, નવીનભાઈ સોરઠીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં કચ્છી મંત્રી વાસણભાઈ આહીર, નગરપાલીકા શાસક પક્ષના નેતા ડેનીભાઈ શાહ, કચ્છ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ એચ.દાવડા, મહામંત્રી લવજીભાઈ સોરઠીયા, ક્રિપાલસિંહ ઝાલા, આડાના પુર્વ ચેરમેન ભરતભાઈ શાહ, પુર્વ નગરપતિ વસંતભાઈ કોડરાણી, લોહાણા અગ્રણી નવિનભાઈ ઠક્કર, નિલેશભાઈ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.