અંજાર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી પ્રા.શાળામાં નવા શિક્ષકોની નિમણુક

અંજાર : રાજ્યમંત્રી વાસણભાઈના પ્રયાસોથી ગુજરાત રાજય પ્રથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા અંજાર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંગ્રેજી માધ્યમની શાળામાં તાલીમ શિક્ષકોની ભરતી કરાઈ.
કચ્છ જિલ્લાની પ્રાથમિક શિક્ષણ સંભાળતી એકમાત્ર અંજાર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ર૦૧૪ થી તત્સમયના ગુજરાત રાજયના અને ધારાસભ્ય અંજાર વાસણભાઈ જી. આહિરના સનિષ્ઠ પ્રયાસોથી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ થયેલી છે. જે શાળાએ ઉતરોતર પ્રગતિ સાધી હાલ ધોરણ ૧ થ ૮ માં ૪૧પ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે.
અંગ્રેજી માધ્યમની આ શાળામાં શિક્ષકોની ભરતી સંદર્ભ અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિશોભાઈ ખટાઉ તથા વાઈસ ચેરમેન તેજસભાઈ મહેતા અને સમિતિના સદસ્યઓ દ્વારા નગરપાલિકાના અને શહેર તથા જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ મારફતે ગુજરાત સરકારના માનનીય મંત્ર અને અંજારના કર્મનિષ્ઠ ધારાસભ્ય વાસણભાઈ જી.આહિર સમક્ષ રજુઆત કરતાં તેમના પ્રયોસોથી ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ ૧ થી પના ૩ વિદ્યાસહાયક તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ ૬ થી ૮માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન ૩ મળી કુલ ૬ તાલીમી વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવતાં, તે અન્વયે તા. ર-૮-૧૮ નાં રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પસંદગી સમિતિ સમક્ષ તેઓ તમામ હાજર રહી નિમણુંક હુકમો મેળવી ફરજ પર હાજર થયેલા છે.આથી અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની ગૌરવ સમાન અંગ્રેજી માધ્યમની શાળામાં અંગ્રેજી માધ્યમના કુલ ૮ તાલીમબધ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય થશે. જેથી અંજારની શિક્ષણપ્રેમી વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જે બદલ અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારે માન. વાસણભાઈ આહિરનો આભાર વ્યકત કર્યો છે. તવું શૈલેષ પટેલે એ જણાવ્યું છે.