અંજાર ખાતે તળાવમાંથી મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો

આત્મહત્યા કે હત્યા ? ઘુંટાતું રહસ્ય : પીએમ રિપોર્ટ આવેથી મોતનું કારણ જાણી શકાય

 

અંજાર : શહેરના સત્તાપર રોડ ઉપર તળાવમાંથી યુવાનના કહોવાયેલ
મૃતદેહ મળી આવતા પી.એમ. માટે જાનગર મોકલી અપાયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સતાપર રોડ ઉપર આવેલ કતિરા પ્લાન્ટ પાછળ તલાવડીમાંથી ગઈકાલે બપોરના પાલુ ડાયા મહેશ્વરી (ઉ.વ. ૩પ) નામના યુવાનનો કહોવાયેલ મૃતદેહ મળી આવતા અંજાર પોલીસે એડી દાખલ કરી સહાયક ફોજદાર ઈશ્વરસિંહ ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.
આ બાબતે તપાસનીશનો સંપર્ક સાધતા હતભાગીનો ફગોળાઈ ગયેલ અને દુર્ગમ મારતો મૃતદેહ હોઈ સ્થાનિકે પી.એમ. થવું અશકય જણાતા લાશને પી.એમ. માટે જામનગર મોકલી આપવામાં આવેલ છે.
હતભાગીએ આત્મહત્યા કરેલ કે અન્ય કોઈ કારણે મોત થયેલ તે તો પી.એમ. રિપોર્ટ આવેથી મોતનું ચોક્કસ કારણ બહાર આવી શકે તેમ છે.