અંજાર કસ્ટમ ચોકમાંથી બાઈકની ચોરી

અંજાર : અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી હરિશભાઈ રમણીક ઝાલા (રહે. જુની મોચીબજાર)વાળાએ જણાવ્યા અનુસાર તા.૯/૪/૧૮ના ૧૦ઃ૪પના ગાળા દરમ્યાન તેઓને કસ્ટમ ચોક પ્લોટ નં.૬રરમાં પાર્ક કરેલ સ્પલેન્ડર મોટર સાયકલ જીજે. ૧ર. સીએચ. ૪૧૪૮વાળુ કોઈ હરામખોર ચોરી કરી ગયાનું જણાવ્યું હતું. અંજાર પોલીસ દફતરે ચોરીનો ગુન્હો નોંધી તપાસ હેડ કોન્સટેબલ વિકાસભાઈ ચલાવી રહ્યા છે.