અંજારમાં ૯૭ હજારના વિદેશી શરાબ સાથે બેની ધરપકડ

નવાનગર અંજારમાં દુકાન પાછળ વાડામાં છાપો મારી શરાબ પકડી પડાયો : આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

અંજાર : શહેરના નવાનગરમાં પોલીસે એક વાડામાં છાપો મારી ૯પ,૯૦૦ની કિંમતના શરાબ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાની સૂચનાથી અંજાર પીઆઈ બી.આર. પરમાર તથા તેમની ટીમ દારૂ – જુગારની બદીઓને નેસ્તનાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતા ત્યારે નવાનગરમાં આવેલ દુકાન પાછળના વાડામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની પૂર્વ બાતમીના આધારે છાપો મારી જુદા-જુદા બ્રાન્ડનો ઈંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂ.૯પ,૯૦૦નો પકડી પાડ્યો હતો સાથે હિતેન્દ્રસિંહ જારૂભા વાઘેલા તથા રાજેશ થાવરદાસ ભાનુશાલી (રહે. બન્ને અંજાર)ને પકડી પાડ્યા હતા. આરોપીઓ દારૂનો જથ્થો ક્યાંથી મેળવેલ, તેમની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલ છે તે સહિતની વિગતો અંકે કરવા પકડાયેલા આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દરોડાની કામગીરીમાં પીઆઈ બી.આર. પરમાર, પીએસઆઈ જે.જે. જાડેજા સાથે સ્ટાફના હરેન્દ્રસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, નાનજીભાઈ ચાવડા, દિગ્વિજયસિંહ જાડેજા, હાજાભાઈ ખટારિયા, નંદકિશોરસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.