અંજારમાં ૮૬ હજારના શરાબ સાથે પકડાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરાશે

અંજાર : શહેરના સરકીટ હાઉસ પાસેથી પોલીસે કારમાં શરાબની હેરાફેરી કરતા એક શખ્સને ૮૬ હજારના શરાબ સાથે ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક નાસી છુટ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.આર. પરમારે બાતમી આધારે જીજે. ૮. આર. ૯૯૧ર નંબરની ઝાપલો કાર પકડી પાડી હતી. તેમાંથી જીનની બોટલો નંગ ર૦૪ કિં.રૂા.૭૧,૪૦૦ તથા ૧૮૦ એમએલના કવાર્ટરીયા નંગ ૧૪૪ કિં.રૂા.૧૪,૪૦૦ મળી ૮પ,૮૦૦નો જથ્થો મળી આવતા સામજી વેલા ઢીલા (રહે. ખીરસરા યમુનાનગર)ને પકડી પાડ્યો હતો. જ્યારે હરી કાના કેરાસીયા (રહે. જવાહરનગર ભુજ) નાસી જતા તેને પકડી પાડવા પકડાયેલ આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે. જથ્થો કુંભારડીના અકા સથવારા પાસેથી લીધાનું આરોપી જણાવતા ત્રણેય સામે ગુન્હો નોંધ્યો હતો.