અંજારમાં ૧.૮પ લાખની ઘરફોડી

અંજાર : શહેરના બસ સ્ટેશન નજીક આવેલ અને સતત ધમધમતા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૧,૮પ,૩૦૦ની માલમતા ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પંકજભાઈ શિવજીભાઈ કોઠારીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગત તા.ર૩-૧ર-૧૭થી ર૯-૧ર-૧૭ દરમ્યાન તેઓ પરિવાર સાથે સગાઈ પ્રસંગે બહાર ગયા હતા તે દરમ્યાન કોઈ ચોર શખ્સોએ બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા પ૦ હજાર તથા સોના-ચાંદીના દાગીના કિં.રૂા.૧,૩પ,૩૦૦ એમ કુલ્લ રૂપિયા ૧,૮પ,૩૦૦ની માલમતા ચોરી જતા અંજાર પીઆઈ બી.આર. પરમારે તપાસ હાથ ધરેલ છે. બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની માલમતા ચોરી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.