અંજારમાં સાસુના ત્રાસથી કંટાળી પુત્રવધુએ દવા ગટગટાવી

કોટડા ચકારના યુવાને ફિનાઈલ પીધુ

ભુજ : અંજારના નવાનગરમાં રહેતી પરિણીતા તેમજ ભુજ તાલુકાના કોટડા ચકારમાં રહેતા યુવાને ફિનાઈલ પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંજારના સતાપર રોડ ઉપર નવાનગરમાં રહેતી લક્ષ્મીબેન નવીન મહેશ્વરી (ઉ.વ.૩૦)એ સાસુના ત્રાસથી કંટાળી મચ્છર મારવાની દવા પી લેતા જીકેમાં દાખલ કરાઈ હતી. આઠ વર્ષનો લગ્નગાળો ધરાવતી મહિલાના દવા પીવાના કિસ્સામાં નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ફીટની બીમારીથી કંટાળી કોટડા ચકારના સુરેશ વેલજી મહેશ્વરી (ઉ.વ.૧૯)એ ફિનાઈલ પી લેતા જીકેમાં દાખલ કર્યો હતો.