અંજારમાં વેરો ન ભરનાર ૪૪ને નોટીસ

અંજાર : અંજાર નગરપાલિકાના ગુમાસ્તા ધારા વિભાગ દ્વારા નગરપાલિકાના અધ્યક્ષા પુષ્પાબેન જે. ટાંક,ઉપપ્રમુખ અનિલભાઈ આર.પંડ્યા, શાસકપક્ષના નેતા ડેનીભાઈ આર. શાહ, ગુમાસ્તા ધારા સમિતિ ચેરમેન રીતેશગર ગોસ્વામીની સૂચનાથી અને ચીફ ઓફિસર સંજયભાઈ પટેલના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ શહેરમાં ચાલતા વ્યવસાયના ગુમાસ્તાધારા અધિનિયમ હેઠળ ગુમાસ્તા ધારા લાયસન્સ કઢાવવું ફરજીયાત હોઈ અને તેને નિયમ પ્રમાણે રીન્યુ પણ કરાવવું પડે . તે ઉપરાંત વ્યવસાય વેરો ભરવાનો થતો હોય તે નિયમ સર ભરવો જરૂરી છે. તે નિયમ સર સઘન એકીંગ જુંબેશ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાના હેરકલાર્ક ખીમજીભાઈ પી. સિંધવ, ગુમાસ્તાધારા ઈન્સ્પેકટર શૈલેષ ભાઈ જે.ગોર તથા કલાર્ક શંકરભાઈ એલ. સિંધવ દ્વારા આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી લાયસન્સ વિના વ્યવસાય ચલાવતા હોય તેવા ૧૩ અને વ્યવસાય વેરો ન ભર્યા હોય તેવા ૩૧ આમ કુલ્લ ૪૪ જણને નોટીસ પાઠવવામાં આવેલ છે. આવતા દિવસોમાં આ ઝુંબેશ વધુ કડક બનશે. સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જે કોઈ વ્યકિત ગુમાસ્તા ધારા લાયસન્સ વિના વ્યવસાય કરતો હોય તેણે નિયમસર લાયસન્સ લઈ લેવું જેની મુદ્‌ત પુરી થઈ હોય તેઓએ લાયસન્સ રીન્યુ કરાવી લેવું તેમજ બાકી રહેતા વ્યવસાય વેરાની રકમ તાત્કાલિક ભરી દેવી નહિંતર જો આ અધુરાશ માલુમ પડશે તો નગરપાલિકા અધિનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સબંધિતોએ નોંધ લેવી.