અંજારમાં વધુ આધાર કેન્દ્રો શરૂ કરાવો વહીવટીતંત્રને કરાઈ રજુઆત

અંજાર : શહેરમાં આધારકેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામા આવે તેવી માંગ અરજદાર દ્વારા કરવામા આવી છે. આ બાબતેે અરજદાર અરોરા અનવરહુસેન કાસમભાઈ ખત્રી દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આપવામા આવેલી લેખિતમાં અરજીમાં જણાવ્યા અનુસાર અંજાર શહેરમાં ગઢવાડી વર્ક ઓફીસ મધ્યે આધારકાર્ડની કામગીરી કરી રહ્યા છે. પરંતુ અંજાર શહેરમાં આધારકાર્ડની કામગીરી એક જ સ્થળે એટલે કે ફકત ગઢવાડી વર્ક ઓફીસમાં જ ચાલુ છે. બીજી કોઈ જગ્યાએ આધાર નોંધણી કે સુધારા વધારાની કામગીરી ચાલુ નથી. તેઓએ કહ્યુ છે કે, આવુ થવાની તેઓની પાસે આધારકાર્ડની કામગીરી માટે બહોળી સંખ્યામાં લોકો આવે છે અને તેઓ એકલા પહોંચી શકતા નથી. કેમ કે, આખા દીવસમાં આધારકાર્ડ રપ થી ૩૦ બનાવી શકાય છે. જયારે લોકો પ૦૦ની આજુબાજુ આવે છે તો કામ કરવુ કે બધાને જવાબો આપવા તે સવાલો ઉભા થવા પામી રહ્યા છે. બીજા સેન્ટર ચાલુ કરાવો નહી તો લોકો હેરાન પરેશાન થશે. કારણ કે બાળકોને એડમીશન માટે આધારકાર્ડ, રાશનકાર્ડમા નામ ચડાવવા માટે આધારકાર્ડ, બેકમાં ખાતુ ખોલાવવા, પીએફ લીંક કરાવવા, પાનકાર્ડ પાસપોર્ટ બનાવવા, ટુંકમાં બધી જગ્યાએ આધારકાર્ડ અનિવાર્ય થઈ ચૂકયુ છે તો આધારની કામગીરી માટે વધુ સેન્ટરો પણ હોવા જરૂરી બની રહ્યા છે. હકીકતમાં અંજાર સુધરાઈમાં, એસબીઆઈમાં, અંજાર મામલતદારમાં, તાલુકા પંચાયતમાં, દરેક બેંકમાં, પોસ્ટ ઓફીસમાં નિષ્ઠાથી ચાલુ કરવુ જોઈએ તેવી માંગ અરજદારે કરી છે.