અંજારમાં ર૦ હજારના શરાબ સાથે એકની ધરપકડ

અંજાર : શહેરના વાગડીયા ચોકમાં એક મકાનમાં પોલીસે છાપો મારી ર૦,૪૦૦ના શરાબ સાથે એકને ધરબોચી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાગડીયા ચોકમાં એક મકાનમાં શરાબનો જથ્થો ઉતર્યા હોવાની અંજારના પીઆઈ બી.આર. પરમારને મળેલ ચોક્કસ બાતમી આધારે હેડ કોન્સ હરેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફે છાપો મારી વાગડીયા ચોકમાં રહેતા ચેતનપુરી હિંમતપુરી ગુસાઈ (ઉ.વ.૩ર)ને ર૦,૪૦૦ના શરાબ સાથે પકડી પાડી સલાઓ પાછળ ધકેલી દીધો હતો.
આરોપીએ દારૂનો જથ્થો કયાંથી મેળવેલ અને ડિલીવરી કોને આપવાની હતી તે વિગતો જાણવા પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું.