અંજારમાં મહિલાના ઘરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ

અંજાર : શહેરના એકતાનગર વિસ્તારમાં એક મકાનમાં પોલીસે છાપો મારી ૩ મહિલા સહિત ૮ ખેલીઓને પકડી પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એકતાનગર લાઈન નંબર ૮માં મકાન નંબર ૧૭માં રહેતી ચંદાબેન પટેલ નામની મહિલા બહારથી ખેલીઓને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલના રૂપિયા ઉઘરાવી જુગાર રમી રમાડતી હોવાની પીઆઈ બી.આર. પરમારને મળેલ બાતમીના આધારે સ્ટાફે છાપો મારી તીનપતીનો જુગાર રમતા ચંદાબેન વિષ્ણુ પટેલ, રસીલાબેન પ્રકાશગર ગોસ્વામી (રહે સાપેડા), ભાવનાબેન છગન પરમાર (રહે ગંગોત્રી સોસાયટી, અંજાર),સુલેમાન બાયડ (રહે દેવળિયાનાકા, અંજાર), હુશેન ગાભા જત (રહે વીડી), સાયા સાયાપીરૂ સિન્ધી (રહે ગાયત્રી ચાર રસ્તા અંજાર), રમેશ જેઠાલાલ પુરોહિત (રહે અંજાર), હારૂન જુમા રાયમા (રહે અંજાર)ને રોકડા રૂપિયા રપ,૮૦૦ સાથે પકડી પાડયા હતા. તપાસના અંતે તમામને જામીન ઉપર મુકત કરી દીધાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું.