અંજારમાં ભાજપનો સુચીત હોદ્દેદાર વરલીમટકાનો જુગાર રમાડતો ઝડપાયો : શું હવે પક્ષમાં જુગાર-આંકડા-વ્યાભિચારમાં રટ્ટ તત્વોને જ મળશે તક.!

  • છે..ને.કર્મકઠણાઈ.! ભાજપના સનિષ્ઠ સૈનિકોમાં ભારે કચવાટ

ભાજપના કાર્યકર્તાઓ કેટલા તળીયે જઈ રહ્યા છે..! અગાઉ આત્મહત્યાના દુષ્પ્રેરણના ગુનામાં આરોપી બનેલ હવે વરલી મટકાના જુગારમાં ઝળક્યો : અંજાર શહેર યુવા ભાજપના ચાવીરૂપ હોદાની રેસમાં રહેલ કાર્યકર્તાની અટક કરી પોલીસે કાર્યવાહી કરતા ઠેરઠેરથી વરસતો ફિટકાર

જિલ્લા ભાજ૫ના કર્મનિષ્ઠ, તટસ્થ પક્ષની નીતિને વરેલા તથા કોઈની પણ સાડાબારી ન રાખતા લોકપ્રિય અધ્યક્ષ કેશુભાઈ પટેલ અંજાર યુવા ભાજપમાં આવા તત્વોને સ્થાન ન મળી જાય તેની રાખે તકેદારી : ઉપપ્રમુખ જેવાઓને શબક શીખવાડશે ?

ગાંધીધામ : શિસ્તબદ્ધ અને કેડરબેઝ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હવે વરલી મટકાના આંકફેરના જુગાર પણ રમાડતા થઈ ગયા છે. અંજારમાથી વરલી મટકાના આંકફેરનો જુગાર રમાડતો ભાજપનો કાર્યકર્તા અને સુચીત હોદ્દેદાર ઝડપાતા હવે આમપ્રજાજનોમાં તો ભાજપની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચી જ રહ્યો છે પરંતુ બીજીતરફ હવે પાર્ટીના સાચા અને સનિષ્ઠ કાર્યકર્તાઓમાં પણ ભારે કચવાટ ફેલાવવા પામી રહ્યો હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે.
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો અગાઉ આત્મહત્યાના દુષ્પ્રેરણના ગુનામા ંઆરોપી બનેલ તથા હાલમાં અંજાર શહેર યુવા ભાજપમાં ચાવીરૂપ હોદ્દા માટે મજબુત દાવેદાર બની ફરનાર વરલી મટકાના આંકફેરનો જુગારમાં પોતપ્રકાશી દીધું હોય તેમ દેખાય છે. આ અંગે પ્રાપ્ત માહીતી અનુસાર અંજાર ખાતેથી એક ઓફીસમાં બેસીને મુંબઈથી ઓપરેટ થતી વરલી મટકાના ભાવફેરનો જુગાર મોબાઈલ વડે રમાડી ગેરકાયદેસર રીતે મોબાઈલનો ઉપયોગ કરી જુગાર ધારાનો ભંગ કરવા બદલ ભાજપના એક સક્રીય કાર્યકર્તાને એસઓજી પોલીસે દબોચી લીધો હતો. જયારે ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.અંજાર પોલીસની વિગતો અનુસાર વરસામેડી રોડ પર ઓકટ્રોય ચોકી પાસે આવેલ શીતલ પાન સેન્ટરની ઉપરા ભાગે આવેલ ઓફીસમાં એસઓજીએ રેઈડ કરતા ઓફિસમાં પકડાયેલા આરોપીઓ પોતાના મોબાઈલ ફોનમા મુુબંઈથી નકળતા આંકડાના કોડના વરલી મટકાનો જુગાર રમાડતો હોવાનુ સામે આવ્યુ હતુ. આ જુગાર ગેરકાયદેસર રીતે કોઈજાતની પાસ પરમીટ વીના રમાતો હોઈ પોલીસે આરોપી શકિતસીહ પ્રભાતસીંહ જાડેજાને અટકમા લીધો હતો જયારે અન્ય ત્રણ આરોપીઓ શૈલેન્દ્રસિહ અને ડી.ઠકકર હાથમા આવ્યા ન હોતા. પેાલીસે શકિતસીહ પાસેથી બે મોબાઈલ કી.રૂપીયા ૧પ હજાર, રોડકા રૂપીયા ૪૦૮પ તથા આંકડાનુ સાહિત્ય એમ કુલ્લ રૂં.૧૯૦૮પનો મુદામાલ કબ્જે કર્યો હતો. નાસી ગયેલ શખ્સો સહિત ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને આગળની તપાસ અંજાર પોલીસને સુપરત કરી છે. નોધનીય છે કે, આ ઝડપાયેલ શખ્સ અંજાર યુવા ભાજપના ચાવીરૂપ પદ માટે મોખરે હોવાનું મનાય છે. ભુતકાળમાં પણ પઠાણી ઉઘરાણી મુદે તેના પર આત્મહત્યના દુષ્પ્રેરક ઈ.પી.કો. ૩૦૬ સહિતની કલમો હેઠળ ગુનો નોધાંયો હતો.આ ઘટના ટાકણે હવે સવાલ થવા પામી રહ્યા છે કે, ભાજપ તો શિસ્તબદ્ધ પક્ષ કહેવાય છે. તો હવે આ ડીસીપ્લીનવાળી કહેવાતી પાર્ટીમાં હોદાઓ જુગાર – વરલીમટકા – આંકડા – વ્યાભિચાર સહિતમાં રટ્ટ રહેલા તત્વોને જ તક મળી રહેશે કે શુ? શિસ્તમાં માનનારી પાર્ટી આવા તત્વોની પક્ષમાથી હકાલપટ્ટી કરી અને લાલઆંખ કરી દેખાડે છે કે પછી આવી ઘટનાઓમાં ઢાંકપીછોડો કરશે તેના તરફ પક્ષના સનિષ્ઠ કાર્યકર્તાઓના હાલમાં મીટ મંડાયેલા હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.