અંજારમાં બે લાખની ઘરફોડી

અંજાર : શહેરમાં આવેલ ગાયત્રી સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૧.૯૮ લાખની માલમતા તફડાવી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયત્રી સોસાયટી રહેતા અને વેલસ્પન કંપનીમાં કામ કરતા યુવરાજસિંહ રામસિંહ પરમારના બંધ મકાનમાંથી તસ્કરોએ પ/૧૦ના ચોરી કરી હતી. બપોરના સમયે પોતાના સંતાનોને ટ્યુશન મૂકવા ગયેલ તે સમયે બંધ મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ચાવી વડે તિજારીનું તાળું ખોલી અંદર રહેલા સોનાના દાગીના કિં.રૂ. ૧.૯૮ લાખની ચોરી કરી ગયા હતા. અંજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ગંધપારખું શ્વાન એફએસએલ ફીંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરી હતી. ભર બપોરે ચોરીના બનાવથી સોસાયટીમાં રહેતા રહેવાસીઓમાં ફફડાટ મચી જવા પામી હતી.