અંજારમાં બનેવીએ નોંધાવી સાળા સામે ૩પ લાખની છેતરપીંડીની ફરિયાદ

ગાંધીધામ : અંજાર પોલીસ સ્ટેશનમાં બેન્કમાંથી ૩પ લાખની લોન લઈ જેના હપ્તા ન ભરતા વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ અંજાર પોલીસ મથકે બનેવીએ પોતાના સાળા સામે નોંધાવી હતી.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બાગેશ્રી ટાઉનશીપ-પ વરસામેડી ખાતે રહેતા ફરિયાદી કિશોરકુમાર ભાસ્કરરાવ જાતે શાહુકારી (ઉ.વ.૩૪) વાળાએ પોતાના સાળા એવા આરોપી મનોજભાઈ નાગાર્જુનભાઈ ચૌધરી (રહે. બાગેશ્રી ટાઉનશીપ-૬)વાળાએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદીના નામે પંજાબી નેશનલ બેંક કંડલા, ગાંધીધામ શખામાંથી રૂા.૩પ લાખની લોન લીધી હતી અને પોતે લોનના હપ્તા ભરશે તેવો ફરિયાદીને વિશ્વાસ અપાવ્યો હતો, પરંતુ લોન પાસ થયા બાદ આરોપી મનોજભાઈ ચૌધરીએ હપ્તા ન ભરતા ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી ઠગાઈ કર્યાના ગુન્હાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશને નોંધાવી હતી. અંજાર પીએસઆઈ એમ.કે. વાઘેલા બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે.