અંજારમાં પ૭ હજારનો શરાબ પકડાયો

અંજાર : શહેરના ભોલેનાથનગર દબડા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે શરાબ ભરેલ કાર પકડી પાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરના અંજાર પીઆઈ બી.આર. પરમારને મળેલ બાતમી આધારે ભોલેનાથનગર દબડા વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવીછ હતી. દરમ્યાન બાતમી વાળી કાર નંબર જી.જે. ૧ર એ.ઈ. ૩૦૪૦ આવતા પોલીસ ટૂકડી જાઈને આરોપી કાર ચાલક હરિસિંહ જારૂભા વાઘેલા (રહે કિડિયાનગય, તા. રાપર) કાર મુકી નાસી છુટ્યો હતો. કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૯૦ કિ.રૂ. પ૭ હજારનો જથ્થો મળી આવતાં ૩ લાખની કાર સહિત ૩.પ૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ હેડ કોન્સ. હરેન્દ્રસિંહ જાડેજાએ ફોજદારી નોંધાવતા ભાગી છુટેલા આરોપીને પકડી પાડવા હેડ કોન્સ. સુખદેવસિંહ જાડેજાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું. આરોપી પકડાયેથી દારૂનો જથ્થો કયાંથી લઈ ડિલિવરી કોને આપવા જતો હતો તે વિગતો બહાર આવી શકે તેમ છે.