અંજારમાં પોણા લાખની લૂંટ

માધાપરના શખ્સે બનાવને આપ્યો અંજામ : આરોપી પોલીસના સકંજામાં

અંજાર : શહેના સવાસર નાકા પાસે ચાની હોટલ ધરાવતા યુવકને મારમારી રોકડ મોબાઈલ સહિત ૭પ હજારની લૂંટ ચલાવતા શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મહેન્દ્રસિંહ ગોપાલસિંહ પરમાર (ઉ.વ.૪ર) (રહે. વિજયનગર મકાન નંબર ૬૬/એ અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે લૂંટનો બનાવ ગત તા.૯/૪/૧૮ના સાંજે ૭થી ૮ના અરસામાં બનવા પામ્યો હતો. તેઓ સવાસર નાકે ચાની હોટલ ધરાવે છે. હોટલ ઉપર હતા ત્યારે વિજય ઉર્ફે અનારકલી સોરઠિયા (રહે. માધાપર નવાવાસ તા.ભુજ) તેઓની હોટલે આવેલ અને તારું કામ છે તેવું કહી સાથે ચાલવવાનું કહેતા તેઓએ તેની સાથે જવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ધકબુશટનો મારમારી તેઓના ખિસ્સામાં રહેલા કારની ચાવી તથા રોકડા રૂપિયા પ૦૦૦ તથા બે મોબાઈલ ફોન કિં.રૂા.૧૦,૦૦૦ અને ૬૦ હજારની કાર એમ કુલ્લ ૭પ હજારની લૂંટ ચલાવી નાસી જતા અંજાર પોલીસે આરોપી સામે લૂંટનો ગુન્હો નોંધી પીએસઆઈ પી.કે. ઝાલાએ આરોપીને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરેલાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું.