અંજારમાં પાર્ક કરેલી ટ્રકમાંથી બેટરી ચોરાઈ

અંજાર : પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૧-૬-૧૮ના રાત્રીના ૧રથી રના ગાળામાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. ટ્રક નંબર જીજે. ૧ર. ઝેડ. ૪પ૦૮માંથી કોઈ ચોર બેટરી નંગ ર કિં.રૂા.૮૦૦૦ની ચોરી જતા અંજાર પોલીસે ટ્રક માલીક જેન્તીભાઈ શિવજીભાઈ આહિર (રહે. અંજાર)ની ફરિયાદ પરથી ગુન્હો નોંધી પીએસઆઈ સી.ડી. પટેલે તપાસ હાથ ધરેલ છે.