અંજારમાં નર્મદા કેનાલ પાસે યુવતીની છેડતી

અંજાર : અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર તેઓ આદિપુર ન્યુ જનતા હાઉસમાં રહે છે અને તા.૯/પ/૧૮ના ર૦ઃ૦૦ વાગે તેઓના મિત્ર સાથે અંજાર મેઘપર (બો) નર્મદા કેનાલ પાસે હવા ખાવા બેઠા હતા ત્યારે મોટર સાયકલ પર આઠથી દસ મોટર સાયકલ પર આવેલા અજાણ્યા ઈસમોએ બિભત્સ વર્તન કરી તેઓના મિત્રને માર માર્યાનું જણાવ્યું હતું. આરોપીઓ એકબીજાને લાલો-રાજદીપ-શ્રીરાજ અને મહેન્દ્ર જેવા નામથી બોલાવતા હતા. અંજાર પોલીસ દફતરે ફરિયાદના આધારે છેડતીનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરાયાનું જાણવા મળ્યું હતું.