અંજારમાં દેશી દારૂના હાટડા બંધ કરાવો

તાલુકા કોંગ્રેસ સમિતિની રજુઆત

અંજારઃ અંજાર તાલુકામાં ઠેક ઠેકાણે દેશી દારૂના હાટડાઓ ખુલ્લે આમ ચાલુ છે જેનું ઉદાહરણ પુરુ પાડતા અંજારથી વરસાણા ચોકડી સુધી દેશી દારૂના હાટળાઓ ખુલ્લે આમ બેફામ ધમ ધમી રહ્યા છે. આ બુટલેગરોની દાદાગીરી એટલી બધી હદ પાર કરી ગઈ છે કે આમ પ્રજાજનોને જીવવું મુશ્કેલ બની ગયું છે અને આજુબાજુના ગામોના કોઈક જાગૃત નાગરીક આ દેશી દારૂના હાટળાઓ બંધ કરાવા માટે જો વાત કરે તો તેમની સીધી ધમકીઓ આપવામાં આવે છે કે તમારે જયાં જાવું હય ત્યાં જાઓ અમે દર મહીને લાખો રૂપીયા હપ્તાઓ ઉપર બેઠેલા અધિકારીઓને આપીએ છીએ તમારે બંધ કરાવવા હોય તો પોલીસ અધિકારીઓને કહો અમને નહીં એવું કહી માફીયાગીરી કરી રહ્યા છે પરંતુ આ માફીયા ગીરીનું પરીણામ કયારેક સ્થાનિક નિર્દોષ લોકોને ના ભોગવવું પડે તેની પુરે પુરી તકેદારી રાખી દેશી દારૂના બુટલેગરો કાયદાનું ભાન કરાવું જરૂરી છે આ માથાભારે બુટલેગરના દેશી દારૂના હાટળાઓ અટકાવવા જોઈએ તેમ અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના કરસન આર.રબારીની રજુઆતમાં જણાવ્યું છે.દેશી દારૂના પોઈન્ટો અન્ય જગ્યાઓ ઉપર ચાલુ છે જેમાં અંજારથી વેલ્સપન તરફ જતા વેલ્સપન વિદ્યા મંદિર પ્સામે છાપરવાાળી હોટલમાં, કમલ વે બ્રીજ પાસે ચાયની હોટલ પાસે, આશાપુરા હોટેલ સામે ગ્રાન્ટ ઈલેકટ્રોનીકસ કંપની પાસે લાકડા વાળી કેબીનમાં આશાપુરા હોટલથી ભીમાસર સાઈડ એચ.આર વુડ કંપની ગેટ પાસે ચાય નાસ્તાની કેબીન પાછળ, સીલ ઓઈલ કંપની સામે મોડવદર ગામ તરફ જતા જુના પાટીયા રોડ ઉપર, સુગર કંપની પાછળ મોડવદર પાસે વરસામેડી સીમ, એબીજી સાગા પ્લાય કંપનીના ગેટ પાસે ચાયની કેબીન પાછળ, ગોપાલનગર તળાવની પાળ સામે બેન્સા પાસે, અજાપર પાટીયાથી મોડવદર તરફ જતા જમણી સાઈડ નદીમાં દેશી દારૂની ભઠીઓ ધમધમી રહી છે, વરસાણા એ.આર.સી. હોટલની બાજુમાં ખુલ્લામાં અંજાર ફાતુબેનને ત્યાં દરરોજ દેશી દારૂનો કાચો માલ અસંખ્ય લીટરોમાં પુરો પાડવામાં આવે છે તેવું કરસન રબારીએ જણાવ્યું છે વધુમાં દરરોજ હજારો લીટર દેશી દારૂ ગાય ભેંસોને મારવાના ઈન્જેકશનો તેમજ કેમિકલથી બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે લોકોની જીંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે જેના કારણે અવાર નવાર ભયંકર એકસીડન્ટ થયા કરે છે અને નિર્દોષ લોકોને આ દેશી દારૂના નશા ખોરોને ભોગ બનવું પડે છે અને કયારેક ભયંકર લઠાકાંડ થશે અને કેટલીક જીંદગીઓ આ લઠાકાંડમાં હોમાઈ જશે તેનું કોઈ નક્કી નથી અને આ સમગ્ર ઘટના પાછળ સ્થાનિક જવાબદાર નિર્દોષ અધિકારીઓ કયાંક ભોગ ન બની જાય તેની કાળજી રાખી આ ભયંકર શડયંત્રને જો બંધ કરવું હોય તો સ્થાનીક દેશી દારૂના બુટલેગરોને પોલીસે પોતાની તાકાત બતાવી આ માથાભારે બુટલેગરોને પાસામાં ધકેલવામાં આવે તો આવા દેશી દારૂના હાટળાઓ ઉપર કયાક અંકુશ આવશે આ સમગ્ર ઘટનામાં કયાંકને કયાંક સ્થાનિક પોલીસ તંત્રને ચોક્કસ અંધારામાં રાખવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે પરંતુ અચાનક રેડ પાડવામાં આવે તો તમામ દારૂના હાટડાઓમાં અસંખ્ય દેશી દારૂની પોટલીઓ મળી આવે અને આ બુટલેગરોને પાસામાં ધકેલવામાંપ પોલીસને સફળતા મળે એમ છે માટે તાત્કાલીક અસરથી આ બુટલેગરોને પકડી સ્થાનિક દેશી દારૂના હાટળાઓ બંધ કરવા ફરીયાદ છે.
તેમ છતાં આ દેશી દારૂના હાટળાઓ જો તા.૩૦-૦૪-૧૮ સુધીમાં બંધ કરાવવામાં નહીં આવે તો ના છુટકે પ્રજાને સાથે રાખી જનતા રેડ પાડવાની ફરજ પડશે અને તે દરમ્યાન જે કોંઈ અઘટીત ઘટના બનશે તેની સંપુર્ણ જવાબદારી સ્થાનિક પોલીસ અધિક્ષકની રહેશે તેવું અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના કરસન રબારીની યાદીમાં જણાવાયું છે.