અંજારમાં જુગાર રમતા ૭ શકુની શિષ્યો ઝડપાયા

અંજાર  શહેરમાં જુગાર રમતા ૭ શકુની શિષ્યો પર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પડમાંથી ૧૧ હજારની રોકડ સાથે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા.
અંજાર પોલીસ સ્ટેશનનેથી મળતી વિગતો મુજબ આઈજી જે.આર. મોથાલિયા, પૂર્વ એસપી મયૂર પાટીલ અને અંજાર ડીવાયએસપીના માર્ગદર્શન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા પીઆઈ એમ.એન. રાણા માર્ગદર્શન હેઠળ જુગાર પકડી પાડી હતી. સવાસર નાકા પાસે આડા કોમ્પ્લેક્ષની બાજુંમા ગંજીપાના વડે હારજીતની જુગાર રમતા નિશાંત નવીનભાઈ પ્રજાપતિ (ઉ.વ. રર) (રહે હંગામી આવાસ), સલમાન દાઉદ સમા (ઉ.વ. ર૧) (રહે લશ્કરી ફળિયું), મોહનભાઈ લાલજીભાઈ મહેશ્વરી (ઉ.વ. ૩૭) (રહે શાંતિનગર સોસાયટી, ખંભરા), સલીમ રમજૂ ખલીફા (ઉ.વ. ર૭) (રહે ઈન્દિરાવાસ, ખંભરા), કરીમ ફકીરમામદ ખલીફા (ઉ.વ. ૩૮) (રહે જરૂ), કાસમશા આમદશા શેખ (ઉ.વ. ૩૪) (રહે એક્તાનગર), નીઝામુદ્દીન મિસરીશા શેખ (ઉ.વ. ૪૦) (રહે રોટરીનગર)ને રૂપિયા ૧૧,૩૬૦ સાથે પકડી પાડ્યા હતા.