અંજારમાં જુગાર રમતા છ ખેલીઓ ઝડપાયા

અંજાર : શહેરના દેવળીયા નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ખેલીઓને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેવળીયા નાકા પાસે તોરલ સરોવર પાસે જુગાર રમતા મહમદ ઈમરાન કુરેશી, ઓસ્માણ ભચુ બાયડ, ગની રમજુ બાયડ, ભાવેશનાથ કાનનાથ નાથબાવા, મહેમુદ લતીફ બાયડ, અમન કાસમ બાયડ (રહે. તમામ અંજાર)ને અંજાર પીઆઈ ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ડીસ્ટાફે છાપો મારી રોકડા રૂપિયા ૧૧,૪પ૦ સાથે પકડી પાડ્યા હતા.