અંજારમાં જીલ્લા કોર્ટની ભવિષ્યની જરૂરીયાત માટે જમીન અનામત રાખો

ગાંધીધામઃ અંજાર બાર એસોસીએશનના પ્રમુખ કે.આર.સોરઠીયાની યાદી અનુસાર શહેર અંજારમાં અંજાર ભુજ બાય પાસ રોડ ઉપર નવી કોર્ટ બિલ્ડીંગની પશ્ચીમે અને ગામ વીડી જતા રોડની વચ્ચે આવેલી જમીન નજીકના ભવિષ્યમાં પુર્વ કચ્છ જીલ્લાની પુર્ણકાલીન પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની વધારાની કોર્ટો તેમજ તેમના બંગ્લોઝ વગેરે હેતુઓ માટે અનામત રાખવા તથા વિશેષમાં ગામ વીડી દેવળીયા તરફ જતા ગ્રામ્ય માર્ગ શરૂ થાય છે, તે રસ્તા ઉપરથી ગામ વીડી(તા.અંજાર) જતા રસ્તા ઉપરની આશરે ૪/ચાર કી.મી.સુધીની તમામ સરકારી ટ્રાવર્સ ખરાબાની સરકારી માલિકીની જમીનોની સાર્વત્રીક હેતુઓ જેવા કે પુર્વ કચ્છ જીલ્લાના કલેકટર અને જીલ્લાના મેજીસ્ટ્રેટની કચેરી તથા તેમજ તેમના બંગ્લોઝ, ગેસ્ટ હાઉસ વિગેરે માટે તથા તેને આનુષંગીક જરૂરીયાત માટે, તથા પુર્વ કચ્છ જીલ્લાના જીલ્લા લેવલની ગુજરાત સરકારની જુદી જુદી તમામ જીલ્લા કચેરીઓ માટે બહુમાળી બિલ્ડીંગ માટે તથા અનુષંગીક અનેક પ્રકારની જીલ્લા લેવલની સરકારી કચેરીઓના હેતુઓ માટેના, સાર્વત્રીક-પ્રજાકીય હીતના હેતુઓ માટે દબાણ હોય તો દુર કરાવીને તેને અનામત તરીકે રેકર્ડમાં નોંધવા તથા કમ્પાઉન્ડ વોલ તરીકે રક્ષીત કરવા અંજારના ભવિષ્યના વિકાસ માટે સાર્વત્રીક હીતમાં અંજાર બાર એસોસીએશને એક વિગતવાર આવેદન પત્ર તૈયાર કરીને કલેકટર કચ્છ રેમ્યા મોહને તથા બાદમાં અંજારના નાયબ કલેકટર વિજયભાઈ રબારીને પણ આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી જે અંગે પ્રભાવી કાર્યવાહી કરવાનું અંજાર બારને જણાવાયેલ છે, આ પ્રતિનિધી મંડળમાં અંજાર બાર એસોસીએશનના પ્રમુખ કે.આરે.સોરઠીયા તથા મંત્રી અનીલ બાંભણીયા, સહમંત્રી સચીન પલણ, મહીલા સહમંત્રી મીના રીણીયા, કચ્છ બાર એસોસીએશનના પ્રતિનિધી સભ્ય વી.વી.ચાવડા, સભ્યો પાર્થ કે.સોરઠીયા, જયદીપ વરૂ, કમલેશ પંડયા, વગેરે એડવોકેટોએ આવેદન પત્ર આપીને રજુઆતો કરી હતી.