અંજારમાં ગળે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત

અંજાર : અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તા.૧૩/પ/૧૮ના બપોરના સમયે કાપડીવાડીની બાજુમાં વીડી રોડ પર જગદીશ વશરામભાઈ મકવાણાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. અંજાર પોલીસ દફતરે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ એચ.સી. વિકાસભાઈ ચલાવી રહ્યા છે.