અંજારમાં ગંજીપાના વડે રમાતી જુગાર પર પોલીસ ત્રાટકી

આઠ ખેલીઓ જબ્બે : ૧૦,૪પ૦નો મુદ્દામાલ કબજે

ગાંધીધામ : સરહદી રેન્જ ભુજના મહે. પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી. જે.આર.મોથાલિયા સાહેબ તથા પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયૂર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારના કેશો શોધવા સૂચના કરેલ હોઈ જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.રાણા સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અંજાર મધ્યે આવેલા ખેતરપાળ મંદિર પાસે ગલીમાં ખુલ્લામાં અમુક ઈસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે જેથી સ્ટાફના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ રેઈડ કરી અસ્લમ ઈબ્રાહીમ બાયડ (ઉ.વ. ર૪) (મ્યુનસીપલ કોલોની, અંજાર), વિશાલ બાબુભાઈ આહિર (ઉ.વ. ૩ર) (રહે. રામેશવરનગર, અંજાર), અનવર ઈબ્રાહીમ ખલીફા (ઉ.વ. ર૯) (રહે. ગાયત્રી ચાર રસ્તા, ખલીફા સોસાયટી પાછળ, અંજાર), શાહબાન લતીફ મુવર (ઉ.વ.ર૩) (રહે. યાદવનગર, અંજાર), ખલીફા આસીફ ફકીર મોહમદ (ઉ.વ. ર૪) (રહે. એકતાનગર, શેરી નં.૧૭, મ.નં.૦૬, અંજાર), સાગર રમેશભાઈ પ્રજાપતિ (ઉ.વ. ર૭) (રહે. ખેતરપાળ, મ.નં.ર૩, અંજાર), ઈમરાન ફકીર મોહમદ ખલીફા (ઉ.વ. ૩૧) (રહે. એક્તાનગર, અંજાર), મોહમદ હજીજ મોહમદ સલીમ રાયમા (રહે. એકતાનગર, અંજાર) વાળાઓને કુલ રોકડ રૂપિયા ૧૦,૪પ૦ સાથે પકડી પાડી અને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.રાણા તથા અંજાર પોલીસનો સ્ટાફ સાથે રહ્યો હતો.