અંજારમાં ક્વોરેન્ટાઈન પરિવારો માટે નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરાઈ

દાતા બાબુભાઈ હુંબલ દ્વારા શરૂ કરાયો સેવાયજ્ઞઃ કોરોનાને લીધે હોમ આઈસોલેશન થયેલા દર્દી અને પરિવારજનોને ભોજન ઘરે પહોંચાડાશે

અંજાર : હાલમાં જ્યારે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ પણ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. ભુજ, માંડવી સહિતના વિસ્તારોમાં ભોજન સેવા શરૂ થઈ ગઈ છે ત્યારે ઐતિહાસિક નગર અંજારમાં પણ કોરોનાના કારણે હોમ આઈસોલેશન થયેલા પરિવારો માટે ભોજન સેવા શરૂ કરવામાં આવી છે. લોકોના દુઃખમાં સહભાગી થઈ આ સેવાયજ્ઞ શરૂ કરાયો છે.અંજારમાં શિવાજી રોડ પર આવેલ રામસખીજી મંદિર, રામરોટી કેન્દ્ર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણથી પીડિત હોમ ક્વોરેન્ટાઈન દર્દી કે તેના પરિવારજનોને વિનામૂલ્યે શુદ્ધ સાત્વિક ભોજન તેઓના ઘરે પહોંચાડવામાં આવશે. આ સેવા દરેક સમાજ અને દરેક ધર્મના લોકો માટે રાખવામાં આવી છે. મહત્તમ લોકો તેનો વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. ભોજન સર્વિસનો લાભ લેવા માટે નગરજનો કીર્તિદાસજી મહારાજ મો. ૯૭૧ર૯ ૪૭૧૧ર, શાંતિલાલ વાઘાણી મો. ૯૯૦૯૧ રર૭પ૪, પંકજભાઈ રાઠોડ મો. ૯૮રપર ૯૩૧૧૪ અને પ્રજ્ઞેશભાઈ વાઘાણી મો. ૯૭૧રર ૦૮૪૮૬નો સંપર્ક કરી શકશે. આ ટીફિન સેવાના દાતા શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીઝના બાબુભાઈ બી. હુંબલ રહ્યા છે. દિલેર દાતા બાબુભાઈ હુંબલ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે ત્યારે આ મહામારીની પરિસ્થિતિમાં અંજારમાં સતત કેસો વધી રહ્યા છે ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોને મદદરૂપ બનવા આ સેવા શરૂ કરાઈ છે.