અંજારમાં કાયમી ધોરણે સીટી સર્વે અધિક્ષકની નિમણુંક કરો

અંજારઃ અંજાર સિટી સર્વે કચેરી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ન હોવાથી અંજાર શહેરની મિલ્કતો આવેલ જેની સમયસર નોંધ, વારસાઈ કે અન્ય સીટી સર્વે કચેરીને લગતી કામગીરી જાણી જોઈને સમસયર ન કરવી કે અથવા તો નોંધની અંદર જાણી જોઈને ભુલો કરવી અને સાચાને ખોટું કરવું ખોટાને સાચું કરવે છે હાલના ચાર્જ ઉપર બેઠેલા અને સીટી સર્વે સુપ્રીન્ટેન્ડન્ટે ચેમ્બર અને ખુરશીનો ઉપયોગ કરનાર પોતાને મજા આવે તેનું જ કામ કરવું અને પોતાની મનમાની કરી તાનાશાહી રીતે વર્તતતા હોવાની રાવ ઉઠી છે તથા કચેરીમાં નોંધ માટે આવેલ અરજીઓ કે વારસાઈ કે સીટીસર્વેની કામગીરી લતગી અરજદારને જાણ કર્યા વગર રદ કરવી તે નામંજુર કરી નાખે છે. હાલ આ કચેરીમાં વચેટીયાનું રાજ ચાલતું હોય એમ દરેક કામ વચેટીયા મારફતે જ થતું રહે છે. જેના થકી પ્રસાદી ધરાવયા પછી જ કામ પાર પાડતા હોય છે અને જો રૂપીયા વગર કામ કરાવવું હોય તો ધર્મના ધક્કા ખાવા સિવાય કાંઈ નથી વળતું એવું લોકો જણાવે છે. અન્ય કામગીરીમાં રસ નથી. અમુક મિલ્કતોના જેનો રેકર્ડ મળી આવતા નથી જેથી તાત્કાલીક અસરથી અંજાર મધ્યે રેગ્યુલર સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની નિમણુંક કરવી જેથી લોકોને પડતી હાલાકીનો નિરાકરણ સત્વરે આવી શકે અને આ બાબત તટસ્થ રીતે તપાસ કરવાની માંગ સાથે જયેશ બી.ભટ્ટ કોંગ્રેસ અગ્રણી અંજાર દ્વારા કલેકટર કચ્છને લેખીત રજુઆત કરેલ.