અંજારમાં કાકા-ભત્રીજાઓ વચ્ચે બબાલઃ બન્ને પક્ષે લેવાયા અટકાયતી પગલાં

રિક્ષામાં કરાઈ તોડફોડ

અંજાર : શહેરના હેમલાઈ ફળિયા કોલીવાસમાં રહેતા કાકા- ભત્રીજા વચ્ચે બબાલ સર્જાતા પોલીસે બંને પક્ષે અટકાયતી પગલાં લીધા હતા. હેમલાઈ ફળિયામાં રહેતા રહીમશા ફકીરમામદ શેખના ઘરે તા. ૪-૭ના રાત્રીના દસ વાગ્યે તેમના ભત્રીજા ગુલામશા કાસમશા શેખ, શબ્બીર કાસમશા શેખ, ઈકબાલ કાસમશા શેખ ઘરમાં આવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસને અરજી કરી હતી.
આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા ગુલામશા કાસમશા શેખે પણ રહીમશા ફકીરમામદશા શેખ તથા તેમના દિકરા સહાબોદિન સામે અરજી આપતા બંને પક્ષો ફરીથી કોઈ ઝઘડો કરે તે માટે પ્રદિપસિંહે સીઆરપીસી કલમ ૧પ૧ હેઠળ તમામની અટકાયત કરી મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હોવાનું જણાવ્યું હતું.