અંજારમાં એક્ટીવા હડફેટે યુવાન ઘવાયો

અંજાર : શહેરના સતાપર રોડ ઉપરથી અકસ્માતમાં ઘવાયેલ યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યે સતાપર રોડ ઉપરથી બેભાન હાલતમાં ચાંદ્રોડાના શંભુભાઈ ધનજી આહિર (ઉ.વ.ર૬) મળી આવેલ તેને એક્ટીવા ચાલકે ટક્કર મારી ચાલ્યો ગયેલ હોઈ પ્રથમ સારવાર અંજાર સીએચસીમાં લઈ વધુ સારવાર માટે ૧૦૮ દ્વારા ભુજ જીકેમાં દાખલ કરાતા અંજાર પોલીસે તપાસ હાથ ધરી હતી.