અંજારમાં ‘આહીર-કાર્ડ’ ખેલશે ભાજપ-કોંગ્રેસ

જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખી ભાજપ-કોંગ્રેસ કરશે  મુરતિયાની પસંદગી : ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર આ વખતે ભારે રસ્સાકસ્સી ભરી જંગ સર્જાવવાની પુરેપુરી શક્યતા

ભાજપમાં ઉમેદવાર પસંદગીમાં ’રીપીટ-થીયરી‘ના ઉજળા સંકેતો : વાસણભાઈ આહીરના સૌનો સાથ-સૌનો વિકાસની નીતીને પાછલા પાંચ વર્ષમાં સાર્થક કરેલા કાર્યોથી ઉમેદવાર પસંદગીમાં તેમનુ નામ છે સોથી આગળ

વાસણભાઈના છેલ્લા અમુક સમયથી થયેલ વિશેષ સ્વભાવ-હદય પરિવર્તનનો ગુણ પણ બનસે તેમની પ્રથમ પસંદગી માટે બળ પૂરનારૂ

 

આહીર- લઘુમતી બનશે હુકમના એક્કા
ભુજ :અંજાર વિધાનસભા બેઠક પર આહીર મતદારો વર્ષોથી નિર્ણાયક ભૂમિક ભજવતા આવ્યા છે. તો તેની સાથો સાથ મુસ્લિમ મતદારોની સંખ્યા પણ આ વિસ્તારમાં આહીર બાદ બીજા ક્રમે આવતી હોઈ આ બંને સમાજના મતદારો દબદબો પરિણામો પર પણ જાવા મળતો હોય છે. ર૦૧રની સ્થિતિએ જ્ઞાતિવાઈઝ મતો પર નજર નાખીએ તો અંજાર વિધાનસભા મત વિસ્તારમાં આહીર મતદારોની સંખ્યા ૪૭,પ૦૦ છે. તો તે બાદ બીજાક્રમે ૩૧ હજાર મતદારો સાથે મુસ્લિમ સમાજ આવે છે. જયારે દલિત મતો ૧૭ હજાર, પટેલ ૧૧,૧૦૦, ક્ષત્રિય ૯પ૦૦, અન્ય ૧૩,ર૩૮, કોલી પ૬૦૦, બ્રાહ્મણ ૭ હજાર, રબારી ૧૪,૮૦૦, મિસ્ત્રી ૬પ૦૦, લોહાણા પ૭૦૦, જૈન ર૧૦૦, ગઢવી ૧૯૦૦, ગોસ્વામી પ૯૦૦, સિંધી પ૦૦, સોની ૧૮૦૦, ભાનુશાલી ૧૦૦, સથવારા રપ૦૦, સંઘાર ૧૦૦, શીખ ૧૦૦ જયારે હરિયાણી મતદારોની સંખ્યા ૧૦૦ છે.

 

ગત વખતે આપી હતી વી.કે.હુંબલે-વાસણ આહીરને કાંટાની ટકકર
ગાંધીધામ : આ વિધાનસભા બેઠક પર યોજાયેલી છેલ્લી વિધાનસભા ચુંટણી ૨૦૧૨માં ભાજપના વાસણ આહીર જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વી. કે. હુંબલને માત્ર ૩ ટકા મતથી હરાવ્યા હતા. વાસણ આહિર આ બેઠક પરથી માત્ર ૪૭૨૮ મતથી વિજયી થયા હતા. જયારે આ પૂર્વે વર્ષ ૨૦૦૭માં જુના સીમાંકનમાં આ બેઠક પરથી ભાજપના નીમા બહેન આચાર્ય જીત્યાં હતા. તેમણે કોંગ્રેસના વી. કે. હુંબલને ૧૧ ટકા મતથી હરાવ્યા હતા.

 

અંજારમાં ર૮ ટકા મતો છે આહીર જ્ઞાતીના
ગાંધીધામ : આ બેઠકના પરના જાતિગત ગણિતની વાત કરીએ તો આહીર ૨૮.૬ ટકા , રબારી ૧૨. ૯ ટકા, ઓબીસી ૯.૧ ટકા, ક્ષત્રીય ૬.૪ ટકા , પટેલ ૩.૯ ટકા, અન્ય સવર્ણ ૬.૩ ટકા જેટલાં છે. એટલે કે આ બેઠક પર આહિર સમાજના ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષ માટે ફાયદારૂપ બની રહેશે.

 

ભુજ : અંજારએ કચ્છનું ઐતિહાસિક શહેર હોવાની સાથો સાથ અહીં જેસલ તોરલની સમાધી પણ આવેલ હોઈ આ વિધાનસભા વિસ્તારમાં અલગ જ તરી આવે છે. આ વિધાનસભા વિસ્તારમાં અંજાર તાલુકાની સાથો સાથ ભુજ તાલુકાના કેટલાક ગામોનો પણ સમાવેશ થાય છે. તો આ બેઠક પર આહીર મતદારોનું દાયકાઓથી વર્ચસ્વ હોઈ આ વખતે પણ ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા આહીર ઉમેદવાર પર જ પસંદગીનો કળશ ઢોળાય તો નવાઈ નહીં.
અંજાર શહેર બે તાલુકાઓના ગામડાઓને સ્પર્શતીવિધાનસભા બેઠક છે. અહી આહીર સમુદાયના લોકોની વસ્તી વિશેષ છે. આહીર વસ્તીવાળા ગામોમાં વિવિધ મોરચે પ્રભુત્વ ધરાવનારાઓને મેદાનમાં ઉતારવાના ગણીત રાજયકીયપક્ષો માંડશે અને ધ્યાને રાખશે તેમ કહેવુ અહી અસ્થાને નહીકહેવાય. વાસણભાઈ આહીર કચ્છમાંથી આ વખતે રીપીટ થવાના નામમાં પણ વિશેષ નિશ્ચિત મનાય છે ત્યારે ભાજપનું નામ નીશ્ચીત સમાન અવસ્થામાં છે જયારે કોંગ્રેસ અહી વી.કે.હુંબલને જ રીપીટ કરે તેવા ઉજળાચિહ્નો પણ જાવાઈ રહ્યા છે. માંગ તો શહેરી ઉમેદવારને મુકવાની પણ આ વખતે કોંગ્રેસમાંથી ઉઠવા પામી રહી છે પરંતુ વી.કે.હુંબલનો અનુભવ, કાર્યશેલી, કોઠાસુઝ, લડાયક અભિગમ, આર્થીક રીતે સદ્ધર જેવા નેતા કોંગ્રેસને શહેરમાંથી મળે કે કેમ? તે એક સવાલ ઉભો થયો છે.
કચ્છ જીલ્લાની એક અતિ મહત્વની વિધાનસભા બેઠક અંજાર કચ્છનું સૌથી જુનું શહેર છે. જેસલ- તોરલની ઐતિહાસિક સમાધી ધરાવતા આ વિસ્તારમાં અંજાર અને ભુજ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કુલ ૨,૨૮,૮૩૩ મતદારો છે. જેમાં ૧,૧૮, ૧૮૮ પુરુષ મતદારો છે. જયારે ૧,૧૦,૬૪૫ મહિલા મતદારો છે. આ વિધાનસભામાં કુલ ૨૭૨  પોલીંગ બુથ છે. તેમજ ૧૦૮ ગામનો સમાવેશ થાય છે. હાલ આ બેઠક પર આહીર સમાજનું પ્રભુત્વ વધારે હોવાના કારણે ઉમેદવાર તરીકે ભાજપ કે કોંગ્રેસ કોઈ મોટો બદલાવ નહીં કરે તે પણ નક્કી છે.