અંજારમાંથી સગીરાનું અપહરણ

અંજાર : શહેરના નવા અંજારમાં રહેતી સગીર કન્યાને કોઈ શખ્સ ભગાડી જતા ગુનો નોંધાવા પામ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવા અંજારના રહેતી ૧૬ વર્ષિય સગીર કન્યાને કોઈ અજાણ્યો શખ્સ કોઈ પણ ઈરાદે લલચાવી ફોસલાવી સગીરાના વાણીપણામાંથી અપહરણ કરી જતા અંજાર પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આઈપીસી કલમ ૩૬૩ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ ડી.બી. પટેલે તપાસ હાથ ધરેલ છે.