અંજારમાંથી સંતરામપુર પોલીસ મથકનો ભાગેડુ આરોપી ઝડપાયો

અમદાવાદ : એક વર્ષ અગાઉ પોલીસ કોન્સટેબલ પર હુમલો કરનાર શખ્સને પોલીસે
પૂર્વ બાતમીના આધારે ઝડપી લીધો હતો.
સંતરામપુર પોલીસ મથક વિસ્તારના જુના તળાવ ગામે એક વર્ષ અગાઉ સંતરામપુર
પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ દેવેન્દ્રસિંહ રસ્તેથી જઇ રહ્યાં હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો રોડ પર લગાવેલ સાઇન બોર્ડ ચોરી લઇને જઇ રહ્યાં હોવાનુ જણાઇ આવતા તેઓને આ અંગે બંને ઇસમોને રોકવાની કોશીશ કરી હતી. જેના કારણે હેડ કોન્સ્ટેબલ ઉપર બે ઇસમોએ લાકડીથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી ગયા હતા.જે સંદર્ભે સંતરામપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, દરમિયાન અંગે મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એન. પટેલને બાતમીદારથી બાતમી મળેલ કે આ ગુનામાં  સંતરામપુર તાલુકાના જુના તળાવ ગામે રહેતો નરસિંહભાઇ નાનભાઇ પટેલીયા હુમલો કર્યો હતો અને છેલ્લા એક વર્ષથી કચ્છ તથા અંજાર બાજુ રહે છે. આ અંગેની બાતમીના આધારે વોચ ગોઠવી નરસિંહ પટેલીયાને ઝડપી  પાડ્‌યો હતો. જ્યારે તેની  પુછપરછ દરમિયાન તેણે જણાવેલ કે જુના તળાવ ગામનો લક્ષ્મણ બારીયા સાથે મળીને સાદા ડ્રેસમાં એક બાઇક ઉપર આવેલા માણસ ઉપર હુમલો કરેલાની કબુલાત કરી છે. આરોપી નરસિંહ
પટેલીયાને અટક કરી વધુ તપાસ અર્થે સંતરામપુર પોલીસ મથકે  સોંપાયો હતો.