અંજારમાંથી મોટર સાયકલ ચોરાઈ

અંજાર : શહેરના ટાઉનહોલ ખાતે પાર્ક કરેલ મોટર સાયકલને કોઈ ચોર હંકારી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર-ર-૧૮ના સાંજના સાડા સાતથી આઠ દરમ્યાન ટાઉનહોલ પાસે પાર્ક કરેલ મોટર સાયલક નંબર જીજે. ૧ર. એએસ. ૪૭૩ર કિં.રૂા.રપ,૦૦૦ને કોઈ ચોર ચોરી જતા અંજાર પોલીસે બાઈક માલિક આશીષ ગુલાબભાઈ ચંદેની ફરિયાદ પરથી ગુન્હો નોંધી સહાયક ફોજદાર મહેશભાઈ દેસાઈએ તપાસ હાથ ધરેલ છે.