અંજારમાંથી બાઈકની ઉઠાંતરી

અંજાર : શહેરના દબડા રોડ શિવનગરમાં ઘર પાસે પાર્ક કરેલ મોટર સાઈકલને કોઈ ચોર હંકારી ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ર૧/રર-પ-૧૭ની રાત્રી દરમ્યાન ઘર પાસે પાર્ક કરેલ મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સીઆર પ૩૮૦ કિ.રૂા. ૪૦ હજારને કોઈ ચોર ચોરી ગયેલ અંજાર પોલીસે બાઈક માલિક મીઠુભાઈ બીજલભાઈ કોલીની ફરિયાદ પરથી ગુનો નોંધી પીએસઆઈ જે.વી. રાયમાએ હાથ ધરેલાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું.