અંજારનો આરોપી સુરેન્દ્રનગરના ભલગામડામાંથી ૧પ લાખના દારૂ સાથે ઝડપાયો

image description

ગાંધીધામ : સુરેન્દ્રનગરના ભલગામડામાંથી જંગી દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. જેમાં અંજારના મેઘપરના એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી.સુરેન્દ્રનગરના ભલગામડા ગામેથી વિદેશી દારૂના જંગી જથ્થાની હેરાફેરી કરતા ચાર ઇસમોને સુરેન્દ્રનગર એલસીબીએ ઝડપી પાડ્યા હતા. અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૪૭૫૨ બોટલો જેની કિંમત રૂા.૧૫,૧૨,૯૦૦ તેમજ અલ્ટો કાર મળીને રૂા.૨૩.૩૬,૧૭૦નો મુદામાલ ઝડપાયો હતો.પોલીસે કરેલી કાર્યવાહીમાં સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂધ્ધસિંહ રાણા (રહે.ભલગામડા તા.લીંબડી) તેમજ અંજારના મેઘપરમાં રહેતા અર્જુનસિંહ બળદેવસિંહ ચુડાસમાની ધરપકડ કરાઈ હતી. કન્ટેનર નં.એચ.આર.-૪૭-બી-૬૦૩૭ વાળીમાં પરપ્રાંતિય ભારતીય બાનવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી, અલ્ટો ગાડી રજી.નં. જી.જે.-૦૧-એચએલ-૭૭૪૮ વાળીથી પાયલોટીંગ કરી ભલગામડા ગામથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસે દરોડો પાડીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.